Gujarat

કેશોદના પસવાડિયા ગામે એનિમલ હેલ્થ બુથ પર પશુઓને સારવાર અપાઇ

જૂનાગઢ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી રચિત રાજના માર્ગદર્શન હેઠળ જિલ્લાના પાંચ વિધાનસભાના મતવિસ્તારમાં અલગ-અલગ પાંચ એનિમલ હેલ્થ બુથ શરૂ કરવામાં આવ્યા છે. આ એનિમલ હેલ્થ બૂથને મતદારો અને પશુપાલકો તરફથી ખૂબ સારો પ્રતિસાદ મળ્યો હતો. કેશોદ વિધાનસભા બેઠકના પસવાડિયા બુથ પર પશુઓને વિવિધ પ્રકારની સારવાર આપવામાં આવી રહી છે. ગ્રામજનો દ્વારા પહેલા મતદાન કરી બાદમાં તેમના પશુઓને આ એનિમલ હેલ્થ બુથ પર સારવાર માટે લઈ આવવામાં આવ્યા હતા. વેટરનરી ડોક્ટર ટીમ દ્વારા પશુઓની આરોગ્યના નિદાનની સાથે જરૂરી સારવાર આપવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *