જૂનાગઢ
કેશોદ ખાતે આહિર યુવા મંચ દ્વારા સમાજ વાડી બનાવવા માટે ગઈકાલે ખાતમર્હુતનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં રાત્રે માયાભાઈ આહિર, બિરજુ બારોટ તેમજ ઉર્વશી રાદડિયાનો લોકડાયરો યોજાયો હતો. જેમાં આહિર સમાજના અગ્રણીઓ, રાજકિય આગેવાનો તેમજ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ ડાયરમાં લોકોએ મન મૂકીને રૂપિયા ઉડાડ્યા હતા. આ દરમિયાન ડાયરામાં ૫૦૦ અને ૨ હજારની ગુલાબી ચલણી નોટોનો વરસાદ થયો હતો. અંદાજ મુબજ એક કરોડથી પણ વધુ રૂપિયા ઉડ્યા હતા.લોકગાયક બિરજુ બારોટ સંતવાણી રજૂ કરી રહ્યા હતા, ત્યારે સતત બે કલાક સુધી પૈસા ઉડ્યા હતા અંતે બિરજુ બારોટ ચાલુ ઘોળ વચ્ચે પોતાનો રાઉન્ડ પૂર્ણ કર્યો હતો પરંતુ પૈસાની ઘોળ કરનારા લોકો થાક્યા ન હતા. કેશોદ આહિર યુવા મંચ દ્વારા સમાજના વિકાસ માટે કેશોદમાં બાયપાસ નજીક ચંદીગઢના પાટીયા પાસે ૧૨ વિઘા જમીન ખરીદવામાં આવી છે. આ જગ્યાએ સામાજીક કે ધાર્મીક પ્રસંગ કરી શકાય અને ઉતારા વ્યવસ્થા ઉભી કરી શકાય તે માટે વાડીનું બાંધકામ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. જેથી આહિર સમાજની વાડી બનાવવા માટે ગઈકાલે ખાતમર્હુતનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સવારે નવનિર્મિત સમાજવાડી માટે ગાયત્રી યજ્ઞ તથા રાત્રીના લોકડાયરો યોજાયો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા કેશોદ આહિર યુવા મંચના પ્રમુખ રાજુ ભેડાની આગેવાનીમાં સમાજના કાર્યકરો દોઢ મહિનાથી તૈયારીઓ કરી રહ્યા હતા. આ સમાજ વાડીની જગ્યાએ ગઈકાલે રાત્રે પ્રસિદ્ધ લોકસાહિત્ય કલાકાર માયાભાઈ આહિર, ઉર્વશીબેન રાદડીયા, બીરજુ બારોટ જેવા ખ્યાતનામ કલાકારોનો લોકડાયરો યોજાયો હતો. કલાકારોએ લોકસંગીત પીરસતા મોટી સંખ્યામાં ઉપસ્થિત આહીર સમાજના આગેવાનો અને લોકોએ મનભરીને ડાયરો માણ્યો હતો. લોકડાયરામાં ત્રણેય પ્રખ્યાત કલાકારોનો સુરીલુ લોકસંગીત પીરસતા હાજર આહિર સમાજના લોકો અને અગ્રણીઓએ મનમુકીને સમાજના અગ્રણી એવા ધારાસભ્ય જવાહર ચાવડા, ભગવાનભાઈ બારડ, રાજુભાઈ ભેડા ઉપર ચલણી નોટોની ઘોર બોલાવી વરસાદ વરસાવ્યો હતો. ડાયરામાં રૂ.૧૦, ૨૦, ૫૦, ૧૦૦, ૫૦૦ અને ૨ હજારની ગુલાબી ચલણી નોટોનો વરસાદ વરસાવ્યો હતો. જેના પગલે ડાયરાનું સ્ટેજ અને આગળનું પટાંગણ સંપૂર્ણ ચલણી નોટો નીચે ઢંકાઈ ગયુ હતું. અંદાજ મુજબ ડાયરામાં એક કરોડથી વધુ રકમની ઘોળ થઈ હોવાનું અનુમાન વ્યક્ત થઈ રહ્યુ છે. લોકડાયરામાં જવલેત બનતી ઘટના કેશોદ આહિર સમાજ દ્વારા આયોજિત લોકડાયરામાં જાેવા મળી હતી. જેમાં લોકગાયક બિરજુ બારોટ સંતવાણી રજૂ કરી રહ્યા હતા ત્યારે આહિર સમાજ સહિત અન્ય સમાજના લોકોએ મન મૂકીની પૈસાનો વરસાદ વરસાવાનું શરૂ કરી સતત ૨ કલાક સુધી ચાલુ રાખતા આખરે લોકગાયક બીરજુ બારોટ ચાલુ ઘોર વચ્ચે પોતાનો રાઉન્ડ પૂર્ણ કર્યો હતો પરંતુ પૈસાની ઘોર કરનારા લોકો થાક્યા ન હતા. આ લોકડાયરામાં આહિર સમાજમાંથી આવતા માણાવદરના ભાજપના ધારાસભ્ય જવાહર ચાવડા અને તાલાલાના કોંગ્રેસના ધારાસભ્ય ભગવાન બારડને સાથે ઉભા રાખી બંન્ને ઉપર સમાજના અગ્રણીઓ અને લોકોએ મન મૂકીને પૈસોનો વરસાદ વરસાવ્યો હતો. લોકડાયરામાં સાંસદ રમેશ ઘડુક, આહિર સમાજ અગ્રણી એવા ધારાસભ્ય જવાહર ચાવડા, તાલાલાના ભગવાન બારડ, હીરા જાેટવા, અશોક પીઠિયા સહિતના આસપાસના જિલ્લા અને તાલુકાઓમાંથી આહિર સમાજ ઉપરાંત અન્ય સમાજના આગેવાનો અને લોકો મોટીસંખ્યામાં હાજર રહ્યા હતા.


