Gujarat

કેશોદમાં જનતા તાવડાના નામે અસંખ્ય સ્ટોલ ફુડ વિભાગ દ્વારા નમુનાની ચકાચણી કરવામાં આવેછે?

કેશોદ શહેરમાં જનતા તાવડાનો ક્રેઝ દર વર્ષે વધતો જાયછે જ્યાં જુઓ ત્યાં જનતા તાવડાના નામે મીઠાઈ ફરસાણની એક જાતની હરીફાઈ જોવા મળેછે તો તેમાં મોટાભાગના જનતા તાવડા ગૌસેવાના લાભાર્થે આયોજન કરવામાં આવેછે જેમાથી થતી આવક ગૌશાળાના નિભાવ માટે ઉપયોગ કરવામાં આવેછે ગૌશાળાના લાભાર્થે મકર સંક્રાંતિમાં પણ ઠેર ઠેર સ્ટોલ ઉભા કરી ફંડ એકત્ર કરવામાં આવેછે તદ ઉપરાંત ગૌશાળાના લાભાર્થે ગામો ગામ બેન્ડ પાર્ટી કે ડીજે દ્વારા પણ ગૌશાળાઓ માટે આર્થિક અનુદાન એકત્ર કરવામાં આવેછે પણ દુઃખની વાત એ છે કે રોડ ઉપર રખડતા ભટકતા ગૌવંશને સાથે ચાચવવા કોઈ પહેલ કરતું નથી બીજી તરફ ગાયને રાષ્ટ્ર માતાનો દરજ્જો આપવા અભિયાન ચલાવવામાં આવી રહ્યુંછે ત્યારે કદાચ ગાયને રાષ્ટ્ર માતાનો દરજ્જો આપવામાં આવશે તો શું ગામો ગામ અને શહેરી વિસ્તારોમાં નિરાધાર રખડતા ભટકતા ગૌવંશને સલામત સ્થળ મળશે ખરૂ એ પણ એક વિચારવા મજબૂર કરે તેવી બાબતછે એ તો સમય આવ્યે ખબર પડશે શું નિર્ણય આવશે?
કેશોદમાં જે જનતા તાવડાના નામે મીઠાઈ ફરસાણના સ્ટોલ ફુલી ફાલી રહયાછે  મોટાભાગના ફરસાણના દુકાનદારો પણ હરીફાઈમાં જોડાય છે તેમાં પણ અનેક સ્ટોલમાં રાહતદરે વેચાણ કરવાની હરીફાઈ ચાલી રહીછે ત્યારે જનતા તાવડામાં વેચાણ થતું ફરસાણ અને મીઠાઈ ગુણવતાયુકતછે કે કેમ તે બાબતે જુનાગઢ જિલ્લામાં મહા નગરપાલિકા અને તાલુકાઓમાં નગર પાલિકાઓમાં ફુડ વિભાગ દ્વારા નમુનાની ચકાચણી કરવામાં આવેછે? કોઈ સ્ટોલ ધારક દૂકાનદાર કોઈ પેઢીની ચકાસણી લાયસન્સ બાબતે નોટિસ આપવામાં આવેછે? કોઈપણ સ્ટોલ ધારક કે દુકાનદાર મીઠાઈ ફરસાણની સ્થળ ઉપર ચકાચણી કરવામાં આવેછે? ફુડ વિભાગ દ્વારા ફુડ સેફટી સ્ટાન્ડર્ડ એક્ટ ૨૦૦૬ હેઠળ દર્શાવેલ વિગતો મુજબ ૬ નમુના લેવામાં આવેછે? હરીફાઈમાં ચાલતા જનતા તાવડા દુકાનોમાં વેચાણ થતું ફરસાણ મીઠાઈ ગુણવતાયુકતછે? જો લોકોના આરોગ્ય સાથે ચેડા કરવામાં આવતા હોય તો જવાબદાર સામે પગલા લેવામાં આવશે?
અહેવાલ :- નરેશ રાવલીયા કેશોદ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *