ઊના પંથકમાં કેસર કેરીનો પાક નિષ્ફળ જતાં સરકાર દ્રારા ખેડૂતોને સહાય આપો…
ઊના – ઊના તાલુકામાં મોટાભાગના ખેડૂતો બાગાયતી ખેતી પર આધારીત હોય જેમાં કેસર કેરીના પાક અને ઝાડ વાવાઝોડ દરમ્યાન ભારે નુકસાન થયેલ હોય જેના કારણે પાક નિષ્ફળ ગયેલ હોવાથી ખેડૂતો આંબાનું કટીંગ કરી બીજા પાક તરફ વળી રહ્યાં છે. કેસર કેરીનો પાકને નિષ્ફળ ગયેલ હોય આ બાબતે સરકાર દ્રારા બાગાયતી ખેડૂતોને સહાય ચુકવવામાં આવે તેવી માંગ ઉના તાલુકા ભારતીય કિસાન સંઘના પ્રમુખ બાબુભાઇ મકવાણા, દશરથસિંહ ગોહીલ સહીતના દ્રારા મોટી સંખ્યામં ખેડૂતો આગેવાનો દ્રારા કૃષિ પશુપાલન ગૈ સવર્ધન મંત્રી રાઘવજી પટેલને સંબોધી ઊના મામલતદારને લેખિત રજુઆત કરી હતી.
ઊના તાલુકામાં મોટાભાગના ખેડૂતો બાગાયતી ખેતી પર નિર્ભર હોય અને તેમાં મુખ્યત્વે કેસર કેરસનો પાક વર્ષમાં એકજ વાર લેતા હોય છે. અને છેલ્લા પાંચ વર્ષથી કેસર કેરીના ઉત્પાદનમાં સતત ઘટાડો નોધાઇ રહ્યો છે. જેને લીધે મોટાભાગના ખેડૂતોએ આંબાનું કટીંગ કરી બીજા પાક તરફ વળી રહ્યાં છે. આ ઉપરાંત ગત વર્ષે તોકતે વાવાઝોડાને કારણે ખેડૂતોને પારાવાર નુકસાન સહન કરવાનો વારો આવ્યો હતો. વાવાઝોડાને કારણે અને કમોસમી વરસાદ માવઠાને કારણે આ વર્ષે પણ ૮૦ થી ૮૫ ટકા કેસર કેરીનો પાક નિષ્ફળ છે. જેથી સતત બે વર્ષ સુધી ખેડૂતો આ આર્થિક નુકસાનીનો સામનો કરી શકે તેમ નથી. તેથી આ વર્ષ સરકાર તરફથી ખેડૂતોને સહાય ચુકવવામાં આવે તેવી માંગ કરી હતી. અને જો સરકાર દ્રારા કોઇ સહાય ચુકવવામાં નહી આવે તો ખેડૂતોને ખુબજ આર્થીક કટોકટીનો સામનો કરવો પડશે. અને આ પરિસ્થિતીને ધ્યાનમાં લઇને આ વિસ્તારના ગામડાઓના ખેડૂત આગેવાનો સરપંચો દ્રારા રજુઆત કરી કેસર કેરીના પાકને કિસાન સહાય યોજનામાં સમાવેશ કરી વળતર ચુકવવામાં આવે તેવી માંગ કરી હતી.


