Gujarat

કોંગ્રેસના ધારાસભ્ય અનિલ જાેશીયારાની તબીયત લથડી

અમદાવાદ
પૂર્વ આરોગ્ય પ્રધાન અને ભિલોડાના ધારાસભ્ય ડૉ.અનિલ જાેશીયારા કોરોનાથી સંક્રમિત થયા છે. કોંગ્રેસના ધારાસભ્ય ડૉ. અનીલ જાેશીયારાની અચાનક તબીયત લથડતાં તેમને અમદાવાદની સિમ્સ હોસ્પિટલમાં વેન્ટિલેટર પર રખાયા છે. સિમ્સ હોસ્પિટલમાં ડૉક્ટરોની દેખરેખ હેઠળ છેલ્લા ત્રણેક દિવસથી તેઓ વેન્ટિલેટર પર છે. અનિલ જાેશીયારાની તબિયત લથડતા કોંગ્રેસના ટોચના નેતાઓએ પરિવારજનોનો સંપર્ક કરી જાેશીયારાના ખબરઅંતર પૂછ્યા હતા. તબીબોના જણાવ્યા પ્રમાણે જાેશીયારાને એકાદ સપ્તાહ સુધી ઓબર્ઝેવેશનમાં રખાશે. નોંધનીય છે કે અત્યાર સુધીમાં ધારાસભ્ય જે.વી.કાકડિયા, રાજ્યના કૃષિ પ્રધાન રાઘવજી પટેલ, મહેસુલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદી, ભાજપના સાંસદ પૂનમ માડમ, સાંસદ ભરતસિંહ ડાભી, પ્રધાન જીતુ ચૌધરી, ધારાસભ્ય અક્ષય પટેલ, ધારાસભ્ય શૈલેશ મહેતા, ધારાસભ્ય અજમલજી ઠાકોર કોરોના સંક્રમિત થયા છે. તમામ હોમ આઈસોલેશનમાં છે. બીજી તરફ કોંગ્રેસના બાપુનગરના ધારાસભ્ય હિંમતસિંહ પટેલ , કોંગ્રેસના ધારાસભ્ય વિક્રમ માડમ, પ્રતાપ દૂધાત કોરોનાની ચપેટમાં આવી ચૂક્યા છે.ગુજરાતમાં કોરોનાના કેસો રોકેટ ગતિએ વધી રહ્યા છે. રાજ્યમાં કોરોનાની ત્રીજી લહેર શરુ થઈ ગઈ છે. ત્યારે ભાજપ અને કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ પણ કોરોનાની ચપેટમાં આવી રહ્યા છે. કોંગ્રેસના ધારાસભ્ય ડૉ. અનીલ જાેશીયારા પણ કોરોના સંક્રમિત થયા છે. જાે કે ધારાસભ્ય ડૉ. અનીલ જાેશીયારાની તબિયત હાલમાં ખૂબ નાજુક છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *