Gujarat

કોંગ્રેસના પૂર્વ મહામંત્રી જગા પરમાર ગોંડલમાં ભાજપ કાર્યાલય ખાતે સભા સંબોધી કેસરિયા કર્યા

ગોંડલ
ભાજપે ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે પ્રચારનો ધમધમાટ ચાલી રહ્યો છે તેજ સમયે ગોંડલ વછેરાના વાડામાં ભાજપના મધ્યસ્થ કાર્યાલયનું કેન્દ્રીય મંત્રી વી.કે. સિંઘના હસ્તે રીબીન કાપી ઉદઘાટન કરવામાં આવ્યું હતુ. આ કર્યેક્રમાં ૭૩ વિધાનસભાના ભાજપ ઉમેદવાર ગીતાબા જાડેજા, પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા, ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ મહેન્દ્રસિંહ સરવૈયા, જિલ્લા ભાજપ પ્રમુખ મનસુખ ખાચરિયા, ઉપપ્રમુખ રીના ભોજાણી, નગરપાલિકા પ્રમુખ ભાવના રૈયાણી, નાગરિક બેંકના ચેરમેન અશોક પીપળીયા સહિતના હોદ્દેદારો તેમજ આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતા. ગોંડલ ૭૩ વિધાનસભાના ગીતાબા જયરાજસિંહ જાડેજાના પ્રચાર માટે કેન્દ્રીય મંત્રી વી.કે. સિંઘ ગોંડલ આવી પહોંચ્યા હતા. મધ્યસ્થ કાર્યાલયનું ઉદઘાટન કરી સભા સંબોધી હતી. મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં હતા. ત્યાર બાદ કેન્દ્રીય મંત્રીના હસ્તે વલ્લભ સખીયા, દેરડી ગામના ખેડૂત આગેવાન, કિશાન કોંગ્રેસના પૂર્વ મહામંત્રી અને વીંઝીવના પૂર્વ સરપંચ જગા પરમાર ભાજપમાં જાેડાયા હતા.

File-01-Page-28.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *