અમદાવાદ
પાંચ રાજ્યોની ચૂંટણીના પરિણામ આવતાં સત્તા પક્ષે વિપક્ષ પર કટાક્ષ કર્યો હતો. કોંગ્રેસના સૂપડાં સાફ થઈ ગયાં છે. સમગ્ર દેશમાંથી કોંગ્રેસ ખતમ થઈ ગઈ છે. વિધાનસભામાં પૂરક માંગણીઓ પર થઈ રહેલી ચર્ચાઓ દરમિયાન ગઢડાના ધારાસભ્ય આત્મારામ પરમારે કોંગ્રેસને ટોણો માર્યો હતો. બીજી તરફ આ ચર્ચા દરમિયાન પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે રાજ્યમાં સરકારી કર્મચારીઓ અને શિક્ષકો માટે જુની પેન્શન યોજના લાગુ કરવા ગૃહમાં રજુઆત કરવામાં આવી હતી.તે ઉપરાંત પતિ અને પત્નીના કિસ્સામાં બદલીઓ માટે પણ રજૂઆત કરાઈ હતી. વિધાનસભા ગૃહમાં ફરીવાર કોંગ્રેસે હોબાળો મચાવ્યો હતો. અમદાવાદમાં કોર્ટમાં પોલીસ પર થયેલા હૂમલાના પડઘા વિધાનસભામાં પડ્યાં હતાં. અમદાવાદમાં મહિલા ઁજીૈં પર હૂમલો થયો હતો. જેની ૩૬ કલાક થયા હોવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. હજી સુધી મહિલા ઁજીૈંની હ્લૈંઇ નોંધાઈ નથી. હાલમાં મહિલા ઁજીૈં અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ મુદ્દે કોંગ્રેસે ઝીરો અવર્સમાં ચર્ચાની માંગ કરી હતી. જેને સ્વીકારવામાં નહોતી આવી. બીજી તરફ ગૃહમંત્રી પણ આજે વિધાનસભામાં આવ્યા નહોંતા.કોંગ્રેસના ધારાસભ્યોએ વિધાનસભામાં હોબાળો કરીને ગૃહમાંથી વોકઆઉટ કર્યું હતું. કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયાએ નિતીન પટેલ ગૃહમાં આવતા જ એ?વા ઉચ્ચારણો કર્યા હતા કે, ભાવિ મુખ્યમંત્રી આવ્યા. આ પછી રીસેસમાં નિતીન પટેલે પાટીદાર આંદોલનથી આવેલા ત્રણ કોંગ્રેસી ધારાસભ્યો લલિત વસોયા,લલિત કગથરા અને કિરીટ પટેલને મળ્યા હતા. અનુમાન એવું છે કે,નિતીન પટેલને કાકા કહેતા ભત્રીજા લલિત વસોયાને મીઠો ઠપકો આપ્યો હશે. મંત્રી જગદીશ પંચાલ આણંદ જિલ્લામાં કિસાન કલ્પવૃક્ષ યોજના બાબતેના પ્રશ્નોનો જવાબ આપી રહ્યા હતા. વિશેષ બોલવાની ઉતાવળમાં મંત્રી પંચાલ એવું બોલી ઉઠ્યા કે સર્વપક્ષીય સરકાર છે. તેમના આવા ઉદ્દગાર સાંભળીને ગૃહના કેટલાક સભ્યોએ હળવેથી કોમેન્ટ કરી કે, કોંગ્રેસના ધારાસભ્યોને ભાજપમાં ભેળવી દયો છો એટલે સર્વપક્ષીય સરકાર થઇને ? ઉલ્લેખનીય છે કે,કોંગ્રેસના ધારાસભ્યોને ભાજપમાં સમાવીને તેમને મંત્રીપદની લ્હાણી ભાજપે કરી છે. અત્યારની સરકારમાં કૃષિ મંત્રી રાઘવજી પટેલ કોંગ્રેસમાંથી ભાજપમાં આવીને મંત્રી બન્યા છે. પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ કહ્યું કે કોરોનાકાળમાં લોકો ઓક્સિજન, દવા અને હોસ્પિટલમાં પથારી વિના ટળવળીને મોતને ભેટ્યા ત્યારે સરકાર ઉત્સવોમાં વ્યસ્ત હતી. વિધાનસભામાં પ્રશ્નોનો જવાબ આપતા પ્રવાસન મંત્રી પૂર્ણેશ મોદીએ કહ્યું કે, રણોત્સવમાં ૧.૭૩ લાખ પ્રવાસીઓ આવ્યા છે અને છેલ્લાં ૮ વર્ષમાં ૬.૬ કરોડની રોજગારી સ્થાનિક સ્તરે ઉત્પન્ન થઈ છે. રણોત્સવમાં પીપીપી મોડેલથી પ્રવેગ કોમ્યુનિકેશન કંપનીને વધુ ૫ વર્ષ માટે ૨૦૨૫ સુધી કોન્ટ્રાક્ટ આપ્યો છે, જેની રોયલ્ટી પેટે વાર્ષિક ૭૪.૧૮ લાખની આવક થઈ છે.
