Gujarat

કોંગ્રેસી નેતાએ ગોપાલ ઈટાલિયાની વડાપ્રધાન મોદી પરની ટિપ્પણી પર કહી આ વાત…

છત્તીસગઢ
છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે આમ આદમી પાર્ટી ભાજપની બી ટીમ છે. તેઓ કોંગ્રેસને હરાવવા માટે ગોવા, ગુજરાત અને ઉત્તરાખંડ ગયા. તેઓ ગમે તે કહે પરંતુ અહીં તેમનો હેતુ છે. છછઁ આમ આદમી પાર્ટી નહીં પરંતુ ખાસ આદમી પાર્ટી છે. આ દરમિયાન ભૂપેશ બઘેલે પીએમ મોદીના માતા પર આપ નેતાની ટિપ્પણીની આલોચના કરી. તેમણે કહ્યું કે છછઁ ના ગુજરાતના પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ જે જાતિગત ટિપ્પણી કરી છે તે ગુજરાત અને દેશ સહન કરશે નહીં. તેમણે પીએમ નરેન્દ્ર મોદીના માતા પર ટિપ્પણી કરી. તેઓ ૧૦૦ વર્ષના છે અને રાજકારણ સાથે કોઈ લેવાદેવા પણ નથી. કોંગ્રેસ તેની નિંદા કરે છે. બઘેલે કહ્યું કે ગુજરાત ચૂંટણીમાં મુકાબલો કોંગ્રેસ અને ભાજપનો હશે. અત્રે જણાવવાનું કે ભાજપે ગત ગુરુવારે એક વીડિયો બહાર પાડ્યો હતો. ચાલુ કારમાં બનાવવામાં આવેલા આ વીડિયોમાં ઈટાલિયા કથિત રીતે કહી રહ્યા છે કે “આપ નીચ નરેન્દ્ર મોદીને તેમની જનસભાઓના ખર્ચ જાહેર કરવાનું કેમ નથી કહેતા અને તેમના માતા હીરાબા પણ નાટક કરી રહ્યા છે. મોદી ૭૦ વર્ષ નજીક છે અને હીરાબા જલદી ૧૦૦ વર્ષના થશે, આમ છતાં બંનેના નાટકો ચાલુ છે.” આ અગાઉ ભાજપે તેમના બે વીડિયો બહાર પાડ્યા હતા. તેમાંથી એકમાં તેઓ મોદી માટે અપશબ્દ બોલતા અને બીજામાં મહિલાઓને મંદિર નહીં જવાની સલાહ આપતા સાંભળી શકાય છે. ગુજરાત ભાજપના પ્રવક્તા યમલ વ્યાસે આપ નેતા પર નિશાન સાધતા કહ્યું હતું કે, આ વ્યક્તિની સંસ્કૃતિ જુઓ. પ્રધાનમંત્રી મોદીના ૧૦૦ વર્ષના માતા રાજકારણમાં નથી. તેમના માટે આટલી નિમ્નસ્તરની ભાષાનો ઉપયોગ એ ગુજરાતની સંસ્કૃતિ નથી.

File-01-Page-04.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *