રાજકોટ
જયારે ખોડલધામના ચેરમેન નરેશ પટેલની પોલિટિક્સમાં એન્ટ્રી અંગે તેમણે વધુમાં તેમણે જણાવ્યું હતું કે, નરેશ પટેલ મોટી સંસ્થાના ચેરમેન છે અને સારા વ્યક્તિ છે. તેમણે રાજકરણમાં આવવું જાેઈએ બાકી અમારા નરેશભાઈ હોશિયાર માણસ છે. પોલિટિક્સ મુદ્દે મારે એમને કોઈ સલાહ ન દેવાય પણ જાે તેઓ રાજકારણમાં આવશે તો દેશ અને સમાજનો વિકાસ થશે. હાર્દિક પટેલના ભાજપમાં જાેડાવવાથી ગુજરાતના રાજકારણમાં અનેક સમીકરણો બદલશે ૧૭ મેના રોજ હાર્દિક પટેલે આખરે પાર્ટીના કાર્યકારી પ્રમુખપદ સહિત તમામ સ્તરેથી રાજીનામું આપી દીધું હતું. તેમણે ટિ્વટર પર સોનિયા ગાંધીને સંબોધીને પત્ર લખ્યો હતો અને પાર્ટીના તમામ હોદ્દા અને પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપ્યું હતું. હાર્દિક પટેલ ૧૨ માર્ચ, ૨૦૧૯ના રોજ કોંગ્રેસ પક્ષમાં જાેડાયા હતા. ત્યારથી અત્યારસુધી, એટલે કે ૩ વર્ષ, ૨ મહિના અને ૬ દિવસ સુધી તેઓ કોંગ્રેસમાં રહ્યા, જે ૧૧૬૧ દિવસ થાય છે. આ બાદ હવે તેમણે પક્ષમાંથી રાજીનામું આપી દીધું છે. બીજી તરફ નરેશ પટેલ કઈ પાર્ટી બાજુ પોતાનો કળશ ઢોળે છે તે સમય નજીક આવી ગયો છે.ગત ૨૫ મેના રોજ પત્રકારો સાથે ગેટ ટુ ગેધર કર્યા બાદ ૩૧મી મે સુધીમાં ર્નિણય જાહેર કરવાની વાત કરી હતી ત્યારે આજે તેઓ પોતાનો ર્નિણય જાહેર કરી શકે છે.સમાજના સરવેમાં વડીલોએ સ્પષ્ટ કહ્યું હતું કે ખોડલધામ તમામ પક્ષો કરતાં મોટું છે, એટલે રાજકારણથી તો દૂર જ રહો, પરંતુ નરેશ પટેલની ઈચ્છા છે કે કોંગ્રેસમાં નહીં ગોઠવાય તો વડીલોને આગળ કરી સમાજ અને વડીલના નામે રાજકારણથી દૂર રહીને ફરી ખોડલધામમાં છે એવી રીતે જ સક્રિય રહેશે એવી જાહેરાત પણ કરી શકે છે. ત્યારે હવે જાેવાનું રહેશે કે ખોડલધામના ચેરમેન નરેશ પટેલ ક્યારે તેમનો ર્નિણય જાહેર કરે છે.કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ હાર્દિક પટેલ આગામી ૨ જૂનના રોજ ઝ્રસ્ પટેલ અને ભાજપ પ્રમુખ પાટીલની હાજરીમાં ભાજપમાં જાેડાશે. ત્યારે આ મુદ્દે રાજકોટમાં સિદસર ઉમિયા ધામના પ્રમુખ અને કડવા પાટીદાર અગ્રણી જેરામ પટેલે દિવ્યભાસ્કર સાથે હાર્દિક પટેલના રાજકીય કરિયરની ચર્ચા કર્યા જણાવ્યું હતું કે, વાસ્તવિકતા છે કે પાટીદાર સમાજને ક્યારેય કોંગ્રેસે અન્ય પાર્ટીની જેમ ચાન્સ નથી આપ્યો, હાર્દિકને કડવો અનુભવ થયો તો નીકળી ગયો છે.