Gujarat

કોંગ્રેસે ૫૦૦ રૂપિયામાં બાટલો અને ખેડૂતોને દેવામાફીની જાહેરાત

પાટણ
પાટણ જિલ્લાના ચાણસ્મા ખાતે કોંગ્રેસ દ્રારા પાટણ જિલ્લાની કોંગ્રેસ કાર્યકરોની તાલીમ શિબિર યોજાઈ હતી તેમાં ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર પાટણ કોંગ્રેસના ધારાસભ્ય કિરીટભાઈ પટેલ તેમજ જિલ્લાના કોંગ્રેસના નેતા હાજર રહ્યા હતા. તાલીમ શિબિરમાં જગદીશ ઠાકોરે કાર્યકરો સંબોધન કરતા કયું હતું કે સોશ્યલ મીડિયામાં પક્ષ વિરોધી કોઈ પોસ્ટ કરવામાં આવશે તો તેને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવા આવશે, સાથે સાથે તેમણે પાણીની તંગી અગે ભાજપને જવાબદાર માન્યું. સરસ્વતી, બનાસ નદીઓ પર ૧૦૦ -૧૦૦ કરોડના ખર્ચે ચેક ડેમ બાંધવા આવશે. તેમણે વધુમાં કહ્યું કે, અમારી કોંગ્રેસ સરકાર આવશે તો રૂ.૫૦૦ માં ગેસનો બાટલો આપીશું અને ખેડૂતોને વીજળી બિલ હાફ અને દેવામાફીનો કાયદો લાવીશું. ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખે કહ્યું કે, કોંગ્રેસ પક્ષ કામ કરતા લોકોને સ્વીકારે છે. નરેશ પટેલથી લઈ તમામ સામાજિક કામ કરતા લોકોને સ્વીકારે છે. અમે અમારા કાર્યક્રમમાં મીડિયાની હાજરી જ કહીએ છીએ કે, ભાજપે કોંગ્રેસના લોકોને લેવાનું કેલેન્ડર બનાવ્યું છે, ભાજપ પૈસાને જાેરે ખરીદી કરે છે, ભારતીય જનતા પાર્ટી ભલેને આવતી કાલે ચૂંટણી જાહેર કરે અમે તૈયાર છીએ. તો આ પ્રસંગે પાટણ જિલ્લા ભાજપના મંત્રીના પતિ કોંગ્રેસમાં જાેડાયા હતા.ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખના જગદીશ ઠાકોરના અધ્યક્ષ સ્થાને પાટણ જિલ્લાની તાલીમ શિબિર યોજાઈ હતી, તેમાં પાટણ જિલ્લાના પાટણ, સિદ્ધપુર અને રાધનપુરના ધારાસભ્યો તેમજ જિલ્લાના કોંગ્રેસ કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આ પ્રસંગે જગદીશ ઠાકોરે કાર્યકરો સંબંધિત કરતા ભાજપને મોંઘવારી અને પેપર ફૂટવા બાબતે આડેહાથ લીધી હતી. તેમણે કહ્યું કે જાે અમારી સરકાર બનશે તો, ઉત્તર ગુજરાતની નદીઓ પર ચેકડેમ બાંધવામાં આવશે અને ૫૦૦ રૂપિયામાં ગેસની બોટલ આપીશું.

Jagdish-Thakor.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *