Gujarat

કોડીનારના છારા મુકામે પર્યાવરણ જાગૃતી અંગેનો “ગ્રીન એન્ડ બ્લૂ ગુડ્સ ડિડસ” અંગેનો કાર્યક્રમ યોજાયેલ. .

   ગિરગઢડા તા 10
   ભરત ગંગદેવ
ગુજરાત ઇકોલોજી કમીશન ગાંધીનગર અને શ્રી મહિલા વિકાસ સેવા મંડળ રાજકોટનાં સહયોગથી આઝાદીના અમૃત મહોત્સવ ઉજવણીના ભાગ રૂપે કોડીનારના છારા ગામ મુકામે તા. ૦૬/૦૨/૨૦૨૨ નાં રોજ “ગ્રીન એન્ડ બ્લૂ ગુડ્સ ડિડસ” અંગેનો ૧ દિવસનો તાલીમ કાર્યક્રમ યોજયેલ જેમાં ઉર્જા, પાણી, જમીન, સ્વચ્છતા, પ્રદૂષણના વિવિધ પ્રકારો તથા કારણો, ઉપાયો, વૃક્ષારોપણ, પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવો, હવા પ્રદૂષણ ઘટાડવા અંગેના ઉપાયો તેમજ હર્યા ભર્યા પર્યાવરણને લીલાછમ રાખવાના ઉપાયો અંગે પ્રોજેક્ટર દ્વારા તાલીમ પૂરી પાડવામાં આવેલ તેમજ તાલીમ સંબંધીત માહિતી કીટ પૂરી પાડવામાં આવેલ આ તકે ગામના સરપંચ  અજિતભાઈ વાજા, ઉપ-સરપંચ  ચૂડાસમા ભરતભાઇ, ICDS સુપરવાયઝર  લલિતાબેન ચૂડસમા લલિતાબેન, આંગણવાડી વર્કરો, આશા વર્કરો, ગ્રામ પંચાયત સદસ્યો તેમજ મોટી સંખ્યામાં ગામના આગેવાન ભાઈઓ તથા બહેનો ઉપસ્થિત રહેલ. તેમજ સંસ્થાના પ્રમુખ  ઉષાબેન કારીયા તેમજ સમગ્ર તાલીમનું સંચાલન  રાજેનભાઇ કારીયા, પરેશભાઈ ઠક્કર, જયેન્દ્રભાઈ અને કુલદીપભાઈ તેમજ અન્ય સ્ટાફ દ્વારા કરવામાં આવેલ.

IMG-20220207-WA0667-1.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *