ગિરગઢડા
ભરત ગંગદેવ.
, કોડીનારની ઇન્ટરનેશન સ્કુલ ખાતે ૧૨ જન્યુઆરીએ રાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણી કરાઈ હતી. સ્વામી વિવેકાનંદની જન્મ જયંતિના ઉપલક્ષ્યમાં ઉજવાતા રાષ્ટ્રીય યુવા દિવસનો ઉદ્ઘઘાટન સમારોહ પોંડીચેરી ખાતે યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ચ્યલી સંધોધન કરતા આત્મનિર્ભર ભારત તેમજ યુવા શક્તિના કૌશલ્ય વિકાસ માટે નવી દિશા બતાવી હતી. રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ દ્વારા આયોજીત અને જિલ્લા યુવા વિકાસ અધિકારી, રમત ગમત કચેરી ગીર સોમનાથ દ્વારા સંચાલિત આ કાર્યક્રમમાં આશરે ૧૦૦ જેટલા યુવાનોએ ભાગ લીધો હતો. તેમ જિલ્લા યુવા વિકાસ અધિકારી એચ.ડી.મકવાણાની યાદીમાં જણાવાયું છે.


