ગિરગઢડા
ભરત ગંગદેવ..
સર્જનાત્મક અભિવ્યક્તિ દ્વારા દરેક મતના મહત્વને ભારપૂર્વક સમજાવવા માટે ભારતીય ચૂંટણી પંચ દ્વારા રાષ્ટ્રીય મતદાતા જાગૃતિ સ્પર્ધા “મારો મત, મારૂ ભવિષ્ય – એક મતની તાકાત” શરૂ કરવામાં આવી છે. આ સ્પર્ધા અંતર્ગત પાંચ પ્રકારની શ્રેણીઓ જેવી કે, ક્વિઝ, સુત્ર, ગીત, વિડીયો મેકિંગ, પોસ્ટર ડિઝાઈન સ્પર્ધાઓ યોજવામાં આવી છે. જે અન્વયે ૯૧-તાલાલા અને ૯ર-કોડીનાર વિધાનસભા મત વિસ્તારમાં સમાવિષ્ટ શાળાઓ, કોલેજોના વિધાર્થીઓ દ્વારા મહત્તમ સંખ્યામાં ભાગીદારી નોંધાઇ તે હેતુ મતદાર નોંધણી અધિકારી અને મદદનીશ મતદાર નોંધણી અધિકારી ઓ દ્વારા વિવિધ કાર્યક્રમો, સેમિનારનું આયોજન કરી અને રાષ્ટ્રીય મતદાતા જાગૃતિ સ્પર્ધા અંગે પ્રચાર-પ્રસાર કરી લોકોને આ સ્પર્ધામાં ભાગીદારી નોંધાવવામાં પ્રોત્સાહીત કરવામા આવ્યાં હતા અને આ સ્પર્ધામાં બહોળી સંખ્યામા વિધાર્થીઓ દ્વારા ભાગીદારી નોંધાવવામાં આવી છે.


