ગિરગઢડા
ભરત ગંગદેવ
કોડીનાર તાલુકા ના ડોળાસા ગામે આજે ભારતીય જનતા પાર્ટી ના આગેવાનો દ્વારા ગામ ના મુખ્ય માર્ગો પર તિરંગા યાત્રા કાઢવા માં આવી હતી
ડોળાસા ગામે” હર ઘર તિરંગા “નાં વડા પ્રધાન મોદીજી ના આહવાન બાદ એક તિરંગા યાત્રા યોજાઇ હતી જે ગામ ના મુખ્ય માર્ગ ઉપર થી પસાર થઈ હતી.જેમાં” ભારત માતા ની જય ” અને “વંદે માતરમ્” સહિત ના સૂત્રો પોકારવા માં આવ્યા હતા.આ તિરંગા યાત્રા માં માજી સરપંચ પ્રતાપભાઈ મોરી……શૈલેષભાઈ મોરી…તાલુકા પંચાયત ના સદસ્ય જીતુભાઈ પરમાર….જેશિગભાઈ બારડ….ભગવાનભાઈ જાદવ….સહિત ના આગેવાની જોડાયા હતા.


