ગિરગઢડા
ભરત ગંગદેવ.
કોડીનાર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘની વાર્ષિક કારોબારી સભા હોટલ ખોડલ ખાતે યોજવામાં આવી જેમાં આજની કારોબારીના અધ્યક્ષ સ્થાને ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના ઉપપ્રમુખ ભાઈ હરિભાઈ વાળા ની સર્વાનુંમતે નિમણૂક કરવામાં આવ્યું તેમજ જિલ્લાના મહામંત્રી મનુભાઈ વાળા ,કોડીનાર શિક્ષક શરાફી મંડળીના પ્રમુખ સુરસિંહભાઈ વૈશ પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ રણજીતસિંહ ગોહિલ તેમજ.. પે સેન્ટરના આચાર્ય ઓ તાલુકાના કારોબારી સભ્યો તેમજ જિલ્લાના કારોબારી સભ્યો ની હાજરીમાં આપેલ એજન્ડા ના તમામ કાર્યક્રમ ની રૂપરેખા મંત્રી સુરસિંહભાઈ ડોડીયા એ રજુ કરી તેમજ વાર્ષિક હિસાબો રજૂ કર્યા અને જૂની પેન્શન યોજના,ઉપધો, એકમ કસોટી, 97 ની સળંગ સર્વિસ બાબતે, જિલ્લા પંચાયતની હાઉસિંગ લોન બાબતે, પુસ્તકો એક સાથે આવે, સ્વાધ્યાય પોથી વેલા મળે,, જીપીએફ, cpf ના નામમાં સુધારા બાબતે, સભાસદ ફી બાબતે, આવા અનેક મુદ્દાઓની વિસ્તૃત ચર્ચા કરી અને અધૂરા કામોને વહેલી તકે પૂરા કરવા તેમજ રજૂઆત કરવી… અને અધ્યક્ષ સ્થાનેથી હરિભાઈ વાળાએ મોટાભાગના મુદ્દાઓ ની રજૂઆત રાજ્ય લેવલે કરી અને નિરાકરણ વહેલી તકે આવે એવા એના તરફથી પ્રયત્ન રહેશે.

