નવસારી
નવસારી જિલ્લામાં કોરોના સંક્રમણ દિવસેને દિવસે વધી રહ્યું છે. જેને પગલે વહીવટી તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. જેથી સંક્રમણ ફેલાય તેવી તમામ પ્રવૃત્તિ બંધ કરવાની શરૂઆત કરવામાં આવી છે. જેમાં કોરોનાની પહેલી અને બીજી લહેર બાદ માંડ શરૂ થયેલા ઉભરાટ અને દાંડી દરિયા કિનારાના બીચ પર પ્રવાસીઓ માટે પ્રતિબંધ લગાવતો હુકમ કલેકટર દ્વારા કરવામાં આવ્યો છે. વહીવટી તંત્રએ તકેદારીના ભાગરૂપે લીધેલો આ ર્નિણય આવકાર્ય છે. પરંતુ આ દરિયાઈ બીચના કારણે આજુબાજુના ગામમાં વસતા લોકોની આજીવિકા પણ તેની સાથે જાેડાયેલી છે, જે ફરી એકવાર પ્રભાવિત થઈ છે. અનેક ગ્રામજનોની રોજગારી આ પ્રવાસીઓ પર નભે છે, જેમને આની સીધી અસર થશે. દાંડીના સરપંચ નિકિતા રાઠોડના જણાવ્યા મુજબ હાલમાં જે કોરોના સંક્રમણ વધ્યું છે, તેની સામે વહીવટી તંત્ર દ્વારા જે પગલાં લેવામાં આવ્યા છે તેને ગ્રામજનોનો સહયોગ છે. તેમજ તેઓ આ ર્નિણયને આવકારી રહ્યા છે. થોડા દિવસ રોજગારી બંધ રહે તેને લઈને તેમણે પણ તૈયારી દાખવી છે.


