Gujarat

કોરોનાનો નવો વેરિઅન્ટ ભારતમાં આવ્યો, નિષ્ણાતોએ આપી ચેતવણી

અમદાવાદ
દેશમાં કોરોના વાયરસના કેસોમાં સતત ઘટાડાને જાેતા મોટા ભાગના પ્રતિબંધો હટાવવામાં આવી રહ્યા છે. પરંતુ તાજેતરમાં કોરોનાના નવા પ્રકારે ફરી બધાની ચિંતા વધારી દીધી છે. રિપોર્ટ્‌સ અનુસાર, કોરોનાનો આ નવો વેરિઅન્ટ ઓમિક્રોનનું સબ-વેરિઅન્ટ છે. તેનું નામ મ્છ.૫.૧.૭ છે અને આ વાયરસ ખૂબ જ ઝડપથી ફેલાય છે. માહિતી અનુસાર, ગુજરાત બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટર દ્વારા ભારતમાં મ્હ્લ.૭ સબ-વેરિઅન્ટનો પ્રથમ કેસ શોધી કાઢવામાં આવ્યો છે. નવા વેરિઅન્ટ બાદ, સ્વાસ્થ્ય નિષ્ણાતોએ સાવધાની રાખવાની સલાહ આપી છે, કારણ કે મ્હ્લ.૭ અને મ્છ.૫.૧.૭ વેરિઅન્ટને ચીનમાં કોવિડ-૧૯ના કેસમાં ઉછાળાનું કારણ જણાવવામાં આવી રહ્યું છે. ઓમિક્રોનના નવા પેટા વેરિઅન્ટ્‌સ મ્છ.૫.૧.૭ અને મ્હ્લ.૭, અત્યંત ચેપી તરીકે જાણીતા છે અને હવે તે સમગ્ર વિશ્વમાં ફેલાઈ રહ્યા છે. લોકડાઉન અને નિયંત્રણોમાં છૂટછાટ બાદ, ભારતમાં લોકો દેશના સૌથી મોટા તહેવારોમાંના એક દિવાળીની ઉજવણી માટે ઉત્સાહપૂર્વક તૈયારી કરી રહ્યા છે, પરંતુ નિષ્ણાતોએ દિવાળી, ધનતેરસ, ગોવર્ધન પૂજા અને ભાઈ પૂજા પહેલા જ યોગ્ય સાવચેતી રાખવાની સલાહ આપી છે. નિષ્ણાતોએ કહ્યું છે કે, હવે માસ્ક પહેરવાનું બંધ ન કરવું જાેઈએ અને જાે કોઈ લક્ષણો દેખાય તો તરત જ આઈસોલેટ થઈ જવું જાેઈએ. બે અભ્યાસો સૂચવે છે કે મ્હ્લ.૭ વેરિઅન્ટ અન્ય ઓમિક્રોન સબ-વેરિઅન્ટ કરતાં અગાઉની રસી અને એન્ટિબોડીઝમાં ટકી શકે છે અને તેથી વધુ ચેપી હોવાનું માનવામાં આવે છે. જાેકે નિષ્ણાતો પાસે આના લક્ષણો અંગે કોઈ માહિતી મળી નથી.

File-01-Page-03.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *