Gujarat

કોરોનામાં મૃત્યુ પામેલાના પરિવારજનોને ૪ લાખ વળતર આપવાની પાટણ જિલ્લા કોંગ્રેસની માંગ

પાટણ
પાટણ જિલ્લા અને શહેર કોંગ્રેસ દ્વારા કોવિડ-૧૯માં મૃત્યુ પામેલા સ્વજનોના પરિવારજનોને ૫૦ હજાર રૂપિયાની સહાયની જગ્યાએ ૪ લાખ રૂપિયાની આર્થિક સહાયની ચુકવણી કરવા માંગ કરી હતી. ઉપરાંત કોવિડ ગ્રસ્ત તમામ દર્દીઓના મેડિકલ બિલ્સની ચૂકવણી, સરકારી તંત્રની ઘોર નિષ્ફળતાની ન્યાયિક તપાસ જેવા મુદ્દાઓ સાથે શહેરના જુના સર્કિટ હાઉસ થી કલેક્ટર કચેરી સુધી કોંગ્રેસ ના કાર્યકરો એ સરકાર ની વિવિધ નિષ્ફળતાના બેનરો સાથે પદયાત્રા યોજી પાટણ જિલ્લાના અને શહેર ના આગેવાનો સાથે પાટણ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જિલ્લા કાૅંગ્રેસ પ્રભારી ગજેન્દ્રસિંહ રહેવર ધારાસભ્ય ડો.કિરીટભાઈ પટેલ,સિદ્ધપુર ધારાસભ્ય ચંદનજી ઠાકોર જિલ્લા પ્રમુખ શંકરજી ઠાકોર, શહેર પ્રમુખ ભરત ભાટિયા સહિત કોંગ્રેસના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.પાટણ જિલ્લા અને શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા કોરોનામાં મૃત્યુ પામેલ સ્વજનોના પરિવારોને રૂપિયા ૫૦ હજારની જગ્યાએ રૂપિયા ૪ લાખની સહાય આપવા માંગ સાથે જુના સર્કિટ હાઉસથી કલેક્ટર કચેરી સુધી પદયાત્રા કરી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પણ આપ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *