Gujarat

કોસમાડી પ્રાથમિક શાળા ખાતે ભૂતપૂર્વ વિદ્યાર્થી દ્વારા પોતાનાં સંતાનનાં જન્મદિવસની અનોખી ઉજવણી   (બાળકો માટે  મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું)

સુરત જિલ્લાનાં કામરેજ તાલુકાની પ્રાથમિક કોસમાડી પ્રાથમિક શાળાનાં ભૂતપૂર્વ વિદ્યાર્થી કે જેઓ હાલ અમેરિકાથી પધારેલા છે એવાં હેતલકુમાર પટેલ દ્વારા તેમનાં સુપુત્ર રુદ્ર હેતલકુમાર પટેલનાં જન્મદિવસ નિમિત્તે શાળામાં ભણતાં તમામ વિદ્યાર્થીઓ માટે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
               પોતાની માતૃ સંસ્થાને યાદ કરી એનું ઋણ અદા કરતાં પોતાનાં પુત્રનાં જન્મદિન પ્રસંગે HP સ્માર્ટ કલર પ્રિન્ટર શાળાને દાનમાં આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે બાળકોને ચોકલેટ, બિસ્કીટ, વેફર વિગેરે જેવાં નાસ્તાનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું.
               આ તકે શાળાનાં આચાર્ય યાસીનભાઈ મુલતાનીએ દાતા હેતલ પટેલ સહિત તેમનાં પરિવાર પ્રતિ આભારની લાગણી વ્યક્ત કરી હતી.

IMG-20221224-WA0003.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *