સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
સાવરકુંડલામાં બચપણ વિતાવ્યું, નૂતન કેળવણી મંડળની જુદી-જુદી શાળામાંઓમા અભ્યાસ કરી દેશ-વિદેશમા સ્થિર થયેલાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓમાંના ઘણા વતન પ્રેમીઓ સાવરકુંડલા આવે ત્યારે શૈક્ષણિક સંસ્થાઓની મુલાકાત લેતાં રહેતાં હોય છે, એવાઓમાંના શ્રી દેસાઈ ત્રિભોવન હરજીભાઈના પૌત્ર ભાઇ જયેશ નવીન કાળીદાસ રૂબરૂ પ્રિન્સિપાલ ખડદીયાને મળતાં અને શાળાની જરુરિયાત વિષે પૂછતાં અમિત શાહ (ઘાટકોપર મુંબઈ) ની સ્મૃતિમાં શાળામાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને માટે વોટરકુલર સપ્રેમ ભેટ આપી,માતૃભૂમી, માતૃસંસ્થા અને ગુરુજનો પ્રત્યે પોતાની ક્રૃતજ્ઞતા વ્યક્ત કરી. નૂતન કેળવણી મંડળનું ટ્રસ્ટીગણ દેસાઈ પરિવારની જાગરુકતા પ્રત્યે આભારની લાગણી વ્યકત કરે છે તેમજ તમામ ભૂતપૂર્વ વિધ્યાર્થીઓને આવા ઉમદા કાર્યો કરવા હ્રદયપૂર્વક અપીલ કરે છે.