Gujarat

ક્વાંટ ટાઉનમાંથી સતત બે દિવસમાં બે ઇસમોને ચાઇનીઝ દોરીન વેચાણ કરતા પકડી પાડતી ક્વાંટ પોલીસ

શ્રી એમ.એસ.ભરાડા, I/C પોલીસ મહાનિરીક્ષક, વડોદરા વિભાગ તથા શ્રી ધર્મેન્દ્ર શર્મા
પોલીસ અધિક્ષક, છોટાઉદેપુર નાઓની સુચના તથા શ્રી એ.વી.કાટકડ નાયબ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર ડીવીઝન, નાઓએ હાલમાં આવી રહેલ ઉત્તરાયણ પર્વ અનુ સંધાને ચાઈનીઝ દોરીન વેચાણ કરતા ઇસમો વિરૂદ્ધમાં કાયદેસરની કાર્યવાહિ કરવા સુચનાઓ આપતા ક્વાંટ પોલીસ સ્ટેશનના પો.સ.ઇ. સી.એમ.ગામીત પોલીસ સ્ટાફના માણસો સાથે ક્વાંટ ટાઉનમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન નસવાડી ચોકડી પાસે આવતા વિનોદભાઇ મોહનભાઇ તડવી તથા ઉમેશભાઇ ગોપાલદાસ પંચોલી નાઓ પોતાની પતંગની દુકાનમાં ચાઇનીઝ માંઝા/દોરી રાખી વેચાણ કરી ગ્રાહકોની ભીડ એકઠી કરી મળી આવતા સદરી ઇસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી આગળની તપાસ હાથ ધરવામાં આવેલ છે
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *