Gujarat

ખંભાળિયામાં મોબાઈલમાં વિજબીલ ભર્યું નથી તેવા મેસેજ બાદ ૯૦ હજાર ગાયબ

ખંભાળિયા
તાજેતરમાં ખંભાળીયામાં સ્ટેટબેંક ઓફ ઇન્ડિયાના એક મહિલા ગ્રાહક એ.ટી.એમ. બ્લોક થઈ ગયાનો મેસેજ આવેલો તે ખોલીને અનબ્લોક કરવા જતાં રૂ. ૨૪૯૦૦ ઉપડી ગયા હતા. જે પછી વીજ તંત્રના નામે બિલ ભર્યું નથી. તેમ કહેતો મેસેજ આવે અને તેમાં ઠગાઈ થઈ જવાના બનાવો બનતા ભારે ચર્ચા જાગી છે. તાજેતરમાં દેવભૂમિ જિલ્લામાં એક વ્યક્તિના મોબાઈલમાં વિજતંત્રનો મેસેજ આવ્યો કે લાઈટ બિલ ભર્યું નથી. કનેક્શન કાપી જશે. આથી ડરી ગયેલા વ્યક્તિએ લીંક ખોલતા તેમાં રૂ.૧૦ ચાર્જ ભરવા જણાવેલુ. રૂ. ૧૦ ભરવાનું કરતા જ તેમના બેંક ખાતામાંથી રૂ.૯૦ હજાર ઉપડી ગયા હતા. છેતરપીંડીના આ નવતર કિમિયાથી બચવા અને જરૂર પડ્યે પીજીવીસીએલનો સંપર્ક કરવા વીજતંત્રએ અનુરોધ કર્યો છે. રૂ.૧૦ ભરવાના નામે રૂ. ૯૦ હજારની ઓનલાઇન ઠગાઇથી ઓનલાઈન વ્યવહારો કરનારા લોકોમાં ભયની લાગણી ફેલાઇ છે.દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વીજબીલ ભર્યું નથી તમારૂં જાેડાણ કટ થઇ જશે તેમ કહી ઓનલાઇન રૂ.૯૦ હજારની છેતરપીંડીના બનાવથી ભારે ચકચાર જાગી છે. લીંક ખોલતા ચાર્જ ભરતાની સાથે નાણાં ચાઉં થઇ ગયા હતાં.

90-thousand-took-off.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *