Gujarat

ખાનગી વાહનોમાં હોદ્દાના લખાણો હટાવવા વાહન વ્યવહાર વિભાગનો પરિપત્ર, જો લખાણ લખેલુ જોવા મળશે થશે મસમોટો દંડ

 

ગાંધીનગર હાર વિભાગનો મહત્વનો પરીપત્ર
ખાનગી વાહનો પર અનઅધિકૃત લખાણો દૂર કરવા પરિપત્ર
ખાનગી વાહનો પર પોલીસ કે MLA લખ્યુ હશે તો થશે દંડ
રાજ્યમાં ખાનગી વાહનો પર આપણે જોયુ છે કે વાહનના માલિકો પોતાનો હોદ્દાનું લખાણ લખાવતા હોય છે. વળી આ ઉપરાંત સ્લોગનો અને ભગવાનનનું નામ અને ફોટા પણ લગાવતા હોય છે. ઘણીવાર તો હોદ્દાનો દૂરપયોગ કરીનેટ્રાફિક પોલીસ સાથે બાખડતા પણ જોયા હશે. પરંતુ હવેથી ખાનગી વાહનો પર અનઅધિકૃત લખાણો લખ્યા છે તો મસમોટો દંડ ભરવો પડશે કારણ કે ગાંધીનગર વાહન વ્યવહાર વિભાગ દ્વારા મહત્વનો પરીપત્ર કરવામાં આવ્યો છે. વાહનો પર અનઅધિકૃત લખાણો દૂર કરવા પરિપત્ર જાહેર કરાયો છે.
ખાનગી વાહનો પર પોલીસ-MLA લખી શકાશે નહીં
હવેથી ખાનગી વાહનો પર આ પ્રકારનું કોઇ પણ સ્ટીકર કે લખાણ લખનારા લોકો પર ટ્રાફિક પોલીસની બાજ નજર રહેશે. જે વાહન માલિકે પોતાના વાહન પર આ પ્રકારનું કોઇ પણ લખાણ કે સ્ટીકર લગાવ્યુ હશે તો તેને પોલીસ દંડ ફટકારશે. ખાનગી વાહનો ઉપર પોલીસ કે MLA લખેલું હશે તો પણ દંડ થશે. વાહન વ્યવહારની જાહેર હિસાબ સમિતિમાં આ નિર્ણય લેવાયો છે.
જો લખાણ લખ્યુ હશે તો પોલીસ ફટકારશે દંડ
મહત્વનું છે કે આપણે ખાનગી વાહનોમાં પ્રેસ, ડોક્ટર અને પોલીસ જેવા લખાણ વાહનો પર લખાવીએ છીએ પરંતુ જો તમારા વાહન પર પણ આવું કોઇ લખાણ હોય તો આજેજ હટાવી દેજો કારણ કે ટ્રાફિક પોલીસની નજરમાં આવી જશો તો તમારે મસમોટો દંડ ભરવો પડશે.
અહેવાલ – નિખીલ ભોજાણી

Screenshot_20220627-111422_Facebook.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *