નડિયાદ
સમગ્ર જિલ્લામાં યોજાયેલી રામચંદ્રજીની શોભાયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પરિપૂર્ણ થઇ છે. કોઈ અનિચ્છનીય બનાવ બન્યો નહતો. પરંતુ ઠાસરા તાલુકાના સાંઢેલી ગામે ઉશ્કેરણીજનક વીડિયો એડિટ કરી પોતાના સ્ટેટસમાં મૂકતા મામલો ગરમાયો હતો. ગામમાં વાતાવરણ ડહોળવાનો પ્રયાસ કરાતાં જેની જાણ ઠાસરા પોલીસને થતાં તુરંત પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને કોઈ અનિચ્છનીય બનાવ બને તે પહેલા સ્થાનિક પોલીસની સમજાવટથી મામલો થાળે પડી ગયો હતો. ઠાસરા પોલીસે ફરિયાદના આધારે કાર્યવાહી હાથ ધરી દીધી હતી. જેમાં ?કુલ ૭ વ્યક્તિઓ સામે ફરિયાદ દાખલ થઇ હતી. આ ૭ પૈકી ૨ સગીર વયના છે. આ બનાવ સંદર્ભે ઠાસરાના પીએસઆઇ કે.આર.દરજીએ જણાવ્યું હતું કે કોઈ મોટો બનાવ બને તે પહેલાં જ સ્થાનિક પોલીસે સહિત આસપાસના પોલીસ મથકના પોલીસ કર્મીઓ એલ.સી.બી, એસ.ઓ.જી પહોંચી મામલો સમજાવટથી થાળે પાડ્યો હતો. આ મામલે ફરિયાદના આધારે પોલીસે સાત પૈકી અમુક લોકોને રાઉન્ડઅપ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હાલ સમગ્ર ગામમાં પોલીસ બંદોબસ્ત ગોઠવાયેલો છે અને વાતાવરણ શાંતિપૂર્ણ છે.ખેડા જિલ્લામાં રામનવમી પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આમ? તો શાંતિપૂર્ણ વાતાવરણમાં આ શોભાયાત્રા સમગ્ર જિલ્લામાં પૂર્ણ થઈ હતી. પરંતુ ઠાસરાના સાંઢેલીમાં ઉશ્કેરણીજનક વીડિયો સ્ટેટસમા મૂકતા વાતાવરણ ડહોળવાનો પ્રયાસ થતાં મામલો ગરમાયો હતો. જાેકે કોઇ અનિચ્છનીય બનાવ બને તે પહેલા સ્થાનિક પોલીસની સમજાવટથી મામલો થાળે પડી ગયો હતો.
