Gujarat

ખેડાના સોજાલીમાં ૧.૨૨ લાખના દાગીના લઈ ચોર ફરાર

નડિયાદ
મહેમદાવાદ તાલુકાના સોજાલી ગાને રોજા-રોજી સીમ વિસ્તારમાં રહેતા મહેન્દ્રસિંહ ઉર્ફે રામાભાઈ ખોડાભાઈ ચૌહાણના ઘરે તસ્કરોએ ધાડ પાડી છે. ગત ૨જી એપ્રિલના રોજ મહેન્દ્રસિંહ પોતાના ઘરના આંગણામાં શેડ નીચે સુઈ રહ્યા હતા. જ્યારે તેમનો દીકરો અને પુત્રવધુ ઘરના અંદરની રૂમમાં સુઈ રહ્યા હતા. મકાનની અંદર રીનોવેશનનું કામકાજ ચાલતું હતું તેથી મકાનના રૂમના દરવાજા નહોતા. મકાનની આગળની જાળી આડી કરી ઘરના સભ્યો આરામથી નીંદર માણી રહ્યા હતા. આ દરમિયાન કોઇ જાણભેદુ તસ્કરે મકાનમાં પ્રવેશી ચોરીને અંજામ આપ્યો છે. તસ્કરે મકાનના બીજા રૂમમાં આવેલ તિજાેરી તથા પતરાની એક પેટી ખોલી તેમાં મૂકેલા સોના ચાંદીના ઘરેણાની ચોરી કરી પલાયન થઈ ગયા છે. ચોરી કરેલ દાગીનામાં જાેઈએ તો સોનાનું લોકેટ , સોનાનો દોરો, ચાંદીના ઝુળા, મંગળસૂત્ર તથા અન્ય ઘરેણાઓ મળી કુલ રૂપિયા ૧ લાખ ૨૨ હજાર ૫૦૦ના મકાનના મુદ્દામાલની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા છે. બીજા દિવસે વહેલી ઉઠેલી પુત્રવધૂને ઘરમાં ચોરી થયાનું માલૂમ પડતાં જ બુમરાણ મચાવતા ઘરના તમામ સભ્યો ઊંઘમાથી સફાળા જાગી ગયા હતા. આ ચોરી મામલે મહેન્દ્રસિંહ ઉર્ફે રામાભાઈ ચૌહાણે મહેમદાવાદ પોલીસને જાણ કરતા પોલીસે ઘરફોડ ચોરીનો ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.ખેડા જિલ્લામાં ઘરફોડ ચોરીના બનાવો વ્યાપક પ્રમાણમાં બની રહ્યા છે. મહેમદાવાદના સોજાલીમાં ઘરના સભ્યો ઊંઘતા રહ્યા અને તસ્કરોએ ધાડ પાડી રૂપિયા ૧.૨૨ લાખના સોના ચાંદીના દાગીનાની ચોરી કરી ફરાર થયા છે. આ બનાવ સંદર્ભે મહેમદાવાદ પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *