Gujarat

ખેડા જિલ્લાના કઠલાલ ખાતે આવેલ નવોદય વિદ્યાલયમાં ‘બાલદિવસની ઉજવણી…

રીપોર્ટર.મકસુદ કારીગર,કઠલાલ
 તા.14.11.2022 ને સોમવારના રોજ જિલ્લાની સર્વશ્રેષ્ઠ શાળા જવાહર નવોદય વિદ્યાલયના પ્રાંગણમાં દેશના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુની 133 મી જન્મજયંતિની ‘બાલદિવસ’ તરીકે ઉજવણી શાનદાર રીતે કરવામાં આવી હતી.
  પ્રાચાર્ય અનિલ કામ્બલેના કરકમલો વડે બાળકોના વ્હાલા જવાહરલાલ નહેરુની પ્રતિભા પર પુષ્પમાળા અર્પણ કરી, દિપ પ્રાગટ્ય દ્વારા કાર્યક્રમનો પ્રારંભ થયો હતો. ધો.8ની છાત્રા નૈષા શર્મા અને ધો.6ની છાત્રા આયલ ગઢવીએ પ્રસંગોચિત વક્તવ્ય આપ્યું હતું. ધો.9ની કુ.રીના વાઘેલા મધુર બાલગીત ગાઈ હતી.કુ. અનેરી મકવાણા અને કુ.ખુશી ઈશરાનીએ સુંદર નૃત્યનું પ્રસ્તુતિકરણ કર્યું હતું. વિદ્યાલયના ઇતિહાસ વિષયના શિક્ષક પ્રવીણસિંહે પ્રસંગોચિત વક્તવ્ય આપ્યું હતું. વિદ્યાલયના વરિષ્ટ અધ્યાપક ડૉ.રમેશચંદ્ર ચતુર્વેદીએ નહેરું ચાચાના જીવન અને કાર્યો વિશે વિસ્તૃત માહિતી આપી હતી.
શાળાના પ્રાચાર્ય અનિલ કામ્બલે દ્વારા જવાહરલાલ નહેરુંના જીવન વિશે પ્રભાવશાળી વક્તવ્ય આપી સર્વેને પ્રેરિત કર્યા હતા.
  હિન્દી વિષયના અધ્યાપક શૈલેશ વઘેરાએ સમગ્ર કાર્યક્રમનું મંચ સંચાલન કર્યું હતું. જ્યારે શાળાના સાંસ્કૃતિક વિભાગ દ્વારા આ કાર્યક્રમ પ્રસ્તુત થયો હતો.

IMG-20221114-WA0016.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *