ખેડા-બ્રેકીંગ
લોકેશન.ખેડા-કઠલાલ
રિપોર્ટર.મકસુદ કારીગર,કઠલાલ
ખેડા જિલ્લાના મહુધા,કઠલાલ મુસ્લિમ સમાજ દ્વારા સ્વૈચ્છીક બંધનું એલાન
મહુધા-કઠલાલ માં સમગ્ર મુસ્લિમ સમાજ દ્વારા મુસ્લિમ સમાજ ની દુકાનો અને વેપાર બંધ રહયા
ખેડા જિલ્લાના કઠલાલ તેમજ મહુધાના સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા તારીખ ૧૦/૬/૨૦૨૨ ના શુક્રવારે અપાયેલ સ્વૈચ્છીક બંધ ના સમર્થન માં કઠલાલ ,મહુધા મુસ્લિમ સમાજ ના વેપાર ધંધા અને લારી ગલ્લા સંપૂર્ણ બંધ રહયા છે થોડા સમય પહેલા મુસ્લિમ સમાજ ના પયગંમ્બર હઝરત મોહંમદ મુસ્તફા સલ્લલ્લાહો અલયહે વસલમ ની શાન માં નૂપુર શર્મા અને નવીન જિન્દાલ દ્વારા કરવામાં આવેલ આપેલ વિવાદિત બયાન થી સમગ્ર મુસ્લિમ સમાજ રોષે ભરાયેલ છે અને મુસ્લિમ સમાજ નબીની શાનમાં ગુસ્તાખી બરદાસ્ત કરી શકે તેમ નથી જેના અનુસંધાને કઠલાલ ને મહુધા ના સમસ્ત મુસ્લિમ સમાજના વેપારી ભાઈઓ તથા પાનના ગલ્લા તથા તમામ પ્રકાર ની દુકાનો બંધ રાખીને વિરોધ નોંધાવ્યો છે.
જ્યારે અત્રે ખાસ ઉલ્લેખ એ પણ છે કે સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા આપવામાં આવેલ સ્વૈચ્છીક બંધ માત્ર મુસ્લિમ સમાજ માટે જ રાખવામાં આવ્યો છે અને મુસ્લિમ સમાજ દ્વારા આપવામાં આવેલ સ્વૈચ્છીક બંધ સંપૂર્ણ રીતે સફળ રહ્યો છે.


