જવવલ્લે જ જોવા મળતો પશુ પ્રેમ
રિપોર્ટર.મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
કઠલાલ તાલુકાના ખોખરવાડા ગામ ખાતે ઇરસાદ ભાઈ ડોલર નામક એક અશ્વ પાલક દ્વારા આજ થી ૨૧ વર્ષ પહેલાં એક ઘોડી નું પાલન કરવામાં આવ્યું હતું સમય જતાં આ ઘોડી પુરા ભારત માં પોતાની સમજ બુજ અને પ્રેમાળ સ્વભાવ અને વફાદારી થી પ્રસિધ્ધ થઈ હતી ગુજરાત માં યોજાનારી રેસ હોય કે લગ્ન પ્રસંગ સબનુર પ્રથમ ક્રમે જ હોય લગ્ન પ્રસંગે સ્વયમ ગણેશ ની મૂર્તિ ને હાર પેહરાવતી તેમજ દુલ્હનો ના હાથ પકડી લગ્નચોરી એ લાવતી તેની આ અદાઓ થી લોકો ના હૃદય માં આગવું સ્થાન પામી હતી .૨૧ વર્ષ ના પોતાના જીવન કાળ માં પ્રથમ વખત બીમાર થતા તેનું મૃત્યુ થતા માલિક ઇરસાદ ભાઈ ડોલર તેમજ તમામ અશ્વ પાલકો શોક મગ્ન બન્યા હતા.
માલિક ઇરસાદ ભાઈ ડોલર દ્વારા એક હજાર થી વધુ લોકો ની હાજરી માં મુસ્લિમ વિધિ દ્વારા તેને દફન વિધિ કરી બેસણાં નું પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે ..આવો પશુ પ્રેમ જવવલ્લે જ જોવા મળતો હોય છે .


