Gujarat

ખેડા જિલ્લામાં આમળાની માંગ વધતા ભાવમાં પણ વધારો મળ્યો

નડિયાદ
ખેડા જિલ્લામાં આમળાની ખેતી કરતા ખેડૂતો અને વેપારીઓને આ વર્ષે આમળાના ભાવ સારા મળતાં આનંદ છવાયો છે. નડિયાદ સહિત જિલ્લાની પ્રજા આંબળાની વિવિધ વેરાયટીઓ બનાવીને ખાવાની શોખીન છે?. જેના કારણે જિલ્લામાં આમળાની માંગ વધુ રહે છે આ વર્ષે કિલોના રૂપિયા ૩૦થી વધુ ભાવ જાેવા મળ્યા હતા. ખેડૂત તેમજ વેપારીઓને આના કારણે ફાયદો થયો હતો. આમળાંના ઘણા ફાયદા છે જેના કારણે તેની માંગ જાેવા મળે છે જાણકારો કહે છે કે આમળાં શિયાળામાં મળતું એક એવું ફળ છે જે અત્યંત ઉપયોગી છે. વિટામિનથી ભરપૂર આ આમળાં ફક્ત શિયાળામાં જ મળે છે. એનો ઉપયોગ દવા તરીકે પણ થાય છે. આમળાંની આમ તો અઢળક વાનગીઓ આપણે બને છે પરંતુ હકીકતે જાે એનો ફાયદો લેવો હોય તો એને આખું જ ખાવું જાેઈએ. આમળામાં રહેલું વિટામિન સી વૉટર અને ઍર-સોલ્યુબલ છે. એટલે કે જાે એ પાણીના સંપર્કમાં આવે તો એ ઊડી જાય છે અથવા હવાના સંપર્કમાં આવે તો પણ ઊડી જાય છે. સવારે ઊઠીને એક આમળું તરત ખાઈ લેવાથી શરીરને બેસ્ટ પોષણ મળે છે. એને મીઠા કે હળદરના પાણીમાં પલાળો નહીં, એમનેમ જ ખાઓ જેથી શરીરને વધુ ફાયદો આપે છે અને ઔષધિ ગુણ ધરાવે છે.

Demand-for-this-specialty-has-grown-significantly-as-a-result-of-recent-corporate-scandals.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *