Gujarat

ખેડા જિલ્લામાં તહેવારો નિમિત્તે હથિયારબંધી જાહરે કરાઇ

રિપોર્ટર.મકસુદ કારીગર
આગામી તા.૩૧/૦૮/૨૦૨૨ થી તા.૦૯/૦૯/૨૦૨૨ ગણેશચતુર્થી ઉત્સવ, તા.૧૦/૦૯/૨૦૨૨ ના રોજ ભાદરવાસુદ પુનમ નિમિત્તે ડાકોરશ્રી રણછોડરાયજી મંદિર, વડતાલ શ્રી સ્વામીનારાયણ મંદિર અને નડીયાદ શ્રી સંતરામ મંદિર ખાતે મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ આવતા હોય આ સમય દરમ્યાન જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા સુપેરે જળવાઈ રહે તથા કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેના આગોતરાં પગલાં રૂપે ખેડા જિલ્લાના હદ વિસ્તારમાં ગુજરાત પોલીસ અધિનિયમ, ૧૯૫૧ની કલમ ૩૭(૧) અન્વયે  બી.એસ.પટેલ, જી.એ.એસ., અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ ખેડા જિલ્લો, નડિયાદે તેઓને મળેલ સત્તાની રૂઈએ સમગ્ર ખેડા જિલ્લાના હદ વિસ્તારમાં તા.૨૯/૦૮/૨૦૨૨ થી તા.૨૫/૦૯/૨૦૨૨ (બંને દિવસો સુધ્ધાંત) સુધી નીચેના કૃત્યો કરવાની મનાઈ ફરમાવેલ છે.
  જે મુજબ, (૧) હથીયાર, તલવાર, ભાલા, ધોકા, છરા, લાકડી કે લાઠી, સળગતી મશાલ, લાકડાની હોકી અથવા બીજા હથીયારો કે જેનાથી શારીરીક ઈજા કરી શકાય તે સાથે રાખી ફરવાનું, (૨) કોઈપણ ક્ષયકારી પદાર્થ અથવા સ્ફોટક પદાર્થ સાથે રાખી ફરવાનું, (૩) મનુષ્ય અથવા શબ તેમજ પુતળા દેખાડવાનું. (૪) અપમાન કરવાના અથવા જાહેર કરવાના ઈરાદાથી જાહેરમાં બિભત્સ સુત્રો પોકારવાનું અથવા ગીતો ગાવાનું. (૫) જેનાથી સુરૂચિ અથવા નિતીનો ભંગ થાય તેવું ભાષણ કરવાનું તથા તેવા ચિત્રો પ્રતિકો કે પ્લે કાર્ડો અથવા બીજા કોઈપણ પદાર્થ અથવા વસ્તુ તૈયાર કરવાનું બતાવવાનું અથવા ફેલાવો કરવાનું, રાજયની સલામતી જોખમાતી હોય તેવા છટાદાર ભાષણો આપવાનું, ચાળા પાડવાનું, નકલ કરવા જેવા કૃત્યો ઉપર પ્રતિબંધ ફરમાવેલ છે.
આ પ્રતિબંધ સમગ્ર ખેડા જિલ્લાની હદ વિસ્તારને લાગુ પડશે.
અપવાદ રૂપે (૧) ફરજ પરના સરકારી નોકર કે કામ કરતી કોઈપણ વ્યકિત કે જેના ઉપરી અધિકારીએ આવું કોઈપણ હથીયાર સાથે લઈ જવાનું ફરમાવ્યું હોય અથવા કોઈ હથીયાર લઈ જવાની જેની ફરજ હોય. (ર) જિલ્લા મેજીસ્ટ્રેટ,અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ, સબડીવીઝનલ મેજીસ્ટ્રેટ, એકઝીકયુટીવ મેજીસ્ટ્રેટ, જિલ્લા પોલીસ અધિક્ષક કે તેમણે અધિકૃત કરેલ પોલીસ અધિકારીએ શારીરીક અશકિતને કારણે લાકડી કે લાઠી લઈ જવાની પરવાનગી આપી હોય તે વ્યકિતઓને લાગુ પડશે નહિ.
આ જાહેરનામાના કોઈપણ ખંડનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર સને ૧૯૫૧ ના ગુજરાત પોલીસ અધિનિયમ-૧૩૫(૧) અને ભારતીય ફોજદારી અધિનિયમ-૧૮૬૦ ની કલમ-૧૮૮ હેઠળ શિક્ષાને પાત્ર થશે.

images-1-22.jpeg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *