મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
ખેડા જિલ્લામાં લગભગ ૨.૩૮ લાખ હેક્ટર જેટલા વિસ્તારમાં લાંબા ગાળાના ખરીફ પાકો તથા રવી પાકોનું વાવેતર થયું છે. ચાલુ રવી ઋતુમાં હાલમાં ઘઉં, તમાકુ, દિવેલા, શાકભાજી જેવા પાકોનું વાવેતર પુર્ણ થયું છે. જે અંતર્ગત ઉભા પાકમાં બીજા હપ્તા માટે નાઇટ્રોજન યુકત્ત ખાતરોની પૂર્તી ખાતર તરીકે જરૂરીયાત રહેતી હોય છે.
હાલમાં ખેડા જિલ્લામાં વિવિધ સંસ્થાઓ પાસે યુરિયા ખાતરનો પુરતો જથ્થો ઉપલબ્ધ છે જેમાં હાલમાં ખેડા જિલ્લામાં ૩,૨૫૦ મે. ટન વજનનું કુલ ૭૨,૪૧૪ થેલી યુરિયા ખાતર ઉપ્લબ્ધ છે. વધુમાં હાલમાં ૨,૬૦૦ મે.ટન યુરિયા ખાતરની રેક નડિયાદના રેક પોઇન્ટ ખાતે ઉપલબ્ધ થયેલ છે જેની ખાતર વિતરક સંસ્થાઓને વિતરણ કરવાની કામગીરી ચાલુ છે. આ ઉપરાંત આ અઠવાડિયામાં કુલ ૩,૬૦૦ મે. ટન જેટલું ખાતર ઉપ્લ્બ્ધ થનાર છે. જેથી ખેડા જિલ્લામાં હાલમાં યુરિયા ખાતરનો જથ્થો પૂરતા પ્રમાણમાં ઉપ્લબ્ધ છે. જે અંગે નાયબ નિયામક, ખેતીવાડી દ્વારા તમામ ખેડૂતોને નોંધ લેવા જણાવવામાં આવ્યું છે.
વધુમાં તેઓશ્રી દ્વારા તમમા ખેડૂતોને જણાવવામાં આવે છે કે નાઇટ્રોજન યુકત્ત ખાતરોના વિકલ્પ તરીકે જૈવિક ખાતરો, સેન્દ્રીય ખાતરોને જમીનમાં આપીને તથા ઉભા પકામાં નેનો યુરીયા ખાતરનો છંટકાવ કરીને પણ નાઇટ્રોજન તત્વની પુર્તી કરી શકાય છે.


