Gujarat

ખેડા નડિયાદ એસ.ઓ.જી. પોલીસ નો સપાટો.

લોકેશન.ખેડા-કઠલાલ
રિપોર્ટર.મકસુદ કારીગર
——————–
કઠલાલના છીપિયાલ તાબે ભોઈની મુવાડીથી ૪  કિલો નશીલા પદાર્થ ગાંજા સાથે એક ઈસમ ઝડપાયો.
——————–
ઘરમાં જ નશીલા પદાર્થનું વેચાણ કરતો હતો દાહોદનો ઈસમ ગાંજો આપી ગયો હોવાની કબુલાત.
——————–
ખેડા નડિયાદ એસ.ઓ.જી. પોલીસે કઠલાલના છીપીયાલ ગામેથી ગાંજાની છૂટક પડીકી બનાવી વેચાણ કરતો એક ઈસમને ઝડપી લીધો છે. પોલીસે રૂ. ૪૭૮૦૦ હજારની કિંમતનો ગાંજાનો જથ્થો ઝડપી પાડી ગાંજાનો જથ્થો પૂરો પાડનારા અને વેચાણ કરનાર બે સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
નડિયાદ એસઓજી પોલીસે ચોક્કસ બાતમીના આધારે કઠલાલ તાલુકાના છીપીયાલ તાબેના ભોઈની મુવાડી ખાતે રહેતા રણછોડ જેણાજી સોલંકીના ઘરે દરોડો પાડ્યો હતો. પોલીસને બાતમી મળી હતી કે, રણછોડ પોતાના ઘરે નશીલા પદાર્થનું વેચાણ કરી રહ્યા છે. જેથી પોલીસે અહીંયા છાપો માર્યો હતો. પોલીસે રણછોડ સોલંકીને સાથે રાખી ઘરમાં તપાસ આદરી હતી. તપાસ દરમિયાન ઘરમાંથી એક ડોલની અંદરથી ૪.૭૧૦ કિ.ગ્રામ નો ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. જે બાબતે પોલીસે તપાસ કરતા આ ગાંજાનો જથ્થો છૂટક પડીકી બનાવી વેચાણ કરતો હોવાનું રણછોડ સોલંકીએ પોલીસ સમક્ષ જણાવ્યું હતું. જ્યારે  ઝડપાયેલા આરોપીએ જણાવ્યું હતું કે, આ ગાંજાનો જથ્થો દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા ખાતે પટેલ ફળિયામાં રહેતા અર્જુન નરવતભાઈ બારીયાએ આપ્યો હોવાની કબૂલાત કરી હતી.જ્યારે આ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરાઈ છે.

IMG-20220520-WA0028.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *