Gujarat

ખેડૂતોનું આનાજ ટેકાના ભાવે ખરીદવા  માટે પુરવઠા નિગમ દ્વારા ખેડૂતોની નોંધણી પ્રક્રિયા શરુ કરવામાં આવેલ છે

ગુજરાત રાજ્ય પુરવઠા નિગમના રાજ્ય સરકાર દ્વારા લઘુતમ ટેકાના ભાવે ખરીફ માર્કેટિંગ સીઝન ૨૦૨૨-૨૩ અંતર્ગત ડાંગર, મકાઈ અને બાજરીની ખરીદી આગામી તા૧૭ ઓક્ટોબર થી શરુ થયેલ છે. જે ૩૧ ડીસેમ્બર-૨૦૨૨ સુધીમાં કરવાની રહેશે. ડાંગર માટે ૯૮, મકાઈ માટે ૬૭ બાજરી માટે ૮૯ જેટલા ગુજરાત રાજ્ય પુરવઠા નિગમના ખરીદી કેન્દ્રો ખાતે કરવામાં આવશે.
ભારત સરકાર દ્વારા લઘુતમ ટેકાના ભાવ ડાંગર માટે રૂ.૨૦૪૦/- પ્રતિ ક્વિન્ટલ, ડાંગર એ-ગ્રેડ માટે રૂ.૨૦૬૦/- પ્રતિ ક્વિન્ટલ, મકાઈ માટે રૂ.૧૮૬૨/- પ્રતિ ક્વિન્ટલ, અને બાજરી માટે રૂ.૨૩૫૦/- પ્રતિ ક્વિન્ટલ નિયત કરેલ છે. લઘુતમ ટેકાના ભાવે વેચાણ કરવા ઈચ્છા ધરાવતા ખેડૂતોની ઓનલાઈન નોંધણી સમગ્ર રાજ્યમાં સ્થાનિક ગ્રામ્ય કક્ષાએ VCE દ્વારા તા. ૦૧ ઓક્ટોબરથી શરુ થયેલ છે. નોંધણી માટે જરૂરી પુરાવા જેવા કે આધાર કાર્ડ, ૭-૧૨,8-અની નકલ, નમુના ૧૨મ પાક વાવણી અંગે એન્ટ્રી ન થઈ હોય તો પાક આવ્યા અંગેના તલાટીનો દાખલો, પાસબુકની નકલ અથવા કેન્સલ ચેક સાથે લાવવાના રહેશે. અનાજનો જથ્થો સાફ કરીને ચારણો કરીને ભેજ રહિત લાવવો. નામ નોંધણી માટે કોઈ મુશ્કેલી જણાય તો હેલ્પલાઇન નંબર ૮૫૧૧૧૭૧૭૧૮ અને ૮૫૧૧૧૭૧૭૧૯ પર સંપર્ક કર્રવો. નોંધણી માટે કે બારદાન માટે ખેડૂતે કોઈ ચાર્જ ચૂકવવાનો નથી.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *