Gujarat

ખેતીવાડી અને કિસાન કલ્યાણ મંત્રાલય દ્વારા કિસાન ક્રેડિટ કાર્ડ માટે “કિસાન ભાગીદારી પ્રાથમિકતા હમારી ” અંતર્ગત પ્રત્યેક ખેડૂત કિસાન ક્રેડિટ કાર્ડ નો વધુમાં વધુ લાભ લઇ શકે તે અંગે ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે

કિસાન ભાગીદારી પ્રાથમિકતા હમારી…ના સૂત્ર સાથે ખેતીવાડી અને કિસાન કલ્યાણ મંત્રાલય દ્વારા કિસાન ક્રેડિટ કાર્ડ માટે સંતુપ્ત ઝુંબેશ ના ભાગરૂપે તારીખ 24 એપ્રિલ થી 1 મેં દરમિયાન ખાસ ઝુંબેશ ઉપાડવામાં આવનાર છે
ભારત સરકારે ખેડૂતો ના કલ્યાણ માટે કિસાન ભાગીદારી પ્રાથમિકતા હમારી ઝુંબેશ શરૂ કરવાનું નક્કી કર્યું છે જેથી તમામ ખેડૂતો સરકાર ની કલ્યાણકારી યોજનાઓ અને તેમાં ખાસ કરીને કિસાન ક્રેડિટ કાર્ડ KCC માં મળતા લાભો મેળવી શકે તેવું આયોજન કરવામાં આવ્યું છે. ઝુંબેશના ભાગરુપે આજે છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર સ્તુતિ ચારને  લીડ બેન્ક મેનેજર, નાબર્ડ ના અધિકારી અને રાષ્ટ્રીયકૃત બેંકો ના મેનજરોને સાથે રાખી એક પત્રકાર પરિષદ યોજી હતી.જેમાં આગામી 24 એપ્રિલ થી 1 મેં સુધી ચાલનારી આ ઝુંબેશ અંગે માહિતી આપવામાં આવી હતી, લીડ બેન્ક મેનેજરે જણાવ્યું હતું કે સામાન્ય રીતે એક જમીન માં ચાર કે પાંચ ખેડૂત ખાતેદાર હોય તો તમામ ને કિસાન સન્માનનિધિ યોજનાનો લાભ મળે છે પરંતુ KCCનો લાભ માત્ર એક ખાતેદાર ને મળે છે જે હવે તમામ ખેડૂત ખાતેદાર ને આપવા માટે ની નવી જોગવાઈઓ માં જે કિસાન પાસે જમીન ન હોય તો તેને પશુપાલન અંતર્ગત પશુ ,મરઘાં ,બકરા અને મત્સ્ય ઉદ્યોગ કરવા માટે પણ હવે KCC હેઠળ લોન ઉપલબ્ધ થઈ શકશે.ત્યારે 24 મી થી જિલ્લાની તમામ પંચાયતોમા ગ્રામસભાની સાથે વિશેષ કેમ્પ યોજવામાં આવશે જેમાં બેન્ક કર્મી પણ હાજર રહી દરેક ખેડૂતને KCC  હેઠળ આવરી લેવા માટે ની કામગીરી કરશે.યોજના અંગેની માહિતી વધુમાં વધુ ખેડૂતો સુધી પહોંચાડવા અંગે કલેકટર સ્તુતિ ચારણે મીડિયા કર્મીઓને અનુરોધ કર્યો હતો.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

21-04-2022_-press-conference-2.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *