Gujarat

ખેરાલુના પેટ્રોલપંપથી ૨૭ હજારની ચોરી કરી ચોર ફરાર

મહેસાણા
મહેસાણા જિલ્લામાં દિવસેને દિવસે ચોરીના બનાવો વધી રહ્યા છે. શિયાળાની ઠંડીનો ફાયદો ઉઠાવી તસ્કરો બેફામ ચોરીની ઘટનાઓને અંજામ આપી રહ્યા છે. ત્યારે વધુ એક ચોરીની ઘટના ખેરાલુ પોલીસ મથકના ચોપડે દાખલ કરવામાં આવી છે. ખેરાલુમાં સિદ્ધપુર ચોકડી પાસે આવેલા શીતલ પેટ્રોલપંપ પર રાત્રી દરમિયાન અજાણ્યા બે ઈસમો પેટ્રોલપંપમાં ચોરી કરવા માટે ઘૂસ્યા હતા. જ્યાં તસ્કરોએ પોતાના હાથમાં લોખંડનો સળિયો લઈ ઓફિસનો મુખ્ય દરવાજાે ખોલી પ્રવેશ કર્યો હતો. તસ્કરો મેનેજરની ઓફિસમાં ડ્રોવરમાંથી રૂપિયા ૨૭ હજાર ઉઠાવ્યા હતા. તસ્કરો ચોરી કરી રહ્યા હતા તે દરમિયાન અવાજ આવી જતા પેટ્રોલપંપના કર્મચારીઓ ઉઠી બુમાબુમ કરી હતી. જેથી તસ્કરોએ ચોરી કરવાના હથિયારો ઓફિસમાં મૂકી ફરાર થઈ ગયા હતા. આ સમગ્ર મામલે હાલમાં પેટ્રોલપંપના મેનેજરે ખેરાલુ પોલીસ મથકમાં અજાણ્યા તસ્કરો સામે ચોરી અંગે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે પણ તસ્કરોને ઝડપવા તપાસ શરૂ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *