રાજકોટના રેસકોર્સ ખાતેથી નીકળેલી કોંગ્રેસની કોંગ્રેસ કે સાથ ચલો મા કે દ્વાર યાત્રા ખોડલધામ પહોંચી હતી. કોંગ્રેસ કે સાથ ચલો મા કે દ્વાર યાત્રા ખોડલધામ પહોંચતા જ નરેશ પટેલે યાત્રાનું સ્વાગત કર્યુ હતુ.
ગુજરાત વિધાનસભા ચૂંટણીનું રણશિંગું ફુંકાઈ ગયું છે. દરેક રાજકીય પક્ષોએ ચૂંટણીમાં વિજય માટે પ્રચાર-પ્રસાર અભિયાન શરૂ કરી દીધા છે. રાજકોટના રેસકોર્સ ખાતેથી નીકળેલી કોંગ્રેસની ‘કોંગ્રેસ કે સાથ ચલો મા કે દ્વાર’ યાત્રા ખોડલધામ પહોંચી હતી. ‘કોંગ્રેસ કે સાથ ચલો મા કે દ્વાર’ યાત્રા ખોડલધામ પહોંચતા જ નરેશ પટેલે યાત્રાનું સ્વાગત કર્યુ હતુ. નરેશ પટેલે કોંગ્રેસના તમામ આગેવાનોનું પણ સ્વાગત કર્યુ હતુ. વિધાનસભાની ચૂંટણી પહેલા તમામ મુદ્દે લોકોને આકર્ષિત કરવા માટે કોંગ્રેસ દ્વારા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. નરેશ પટેલે આગામી વિધાનસભા ચૂંટણીને લઈ જે મુદ્દાઓ સાથે કોંગ્રેસ નીકળી છે. તેમાં તેમને વિજય મળે તેવી આશા વ્યક્ત કરી છે.
જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ કોંગ્રેસ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરી રહી છે. ત્યારે સૌરાષ્ટ્રમાં કોંગ્રેસ દ્વારા આજથી ‘ચલો કોંગ્રેસ કે સાથ મા કે દ્વાર’ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ‘કોંગ્રેસ કે સાથ ચલો મા કે દ્વાર’ યાત્રા ગોંડલ,વિરપુર,ખોડલધામ,ગાંઠિલા અને ત્યાંથી સિદસર જશે તો ખોડલધામ ખાતે નરેશ પટેલ સ્વાગત કરશે તેવો પણ કોંગ્રેસે દાવો કર્યો છે તો આ દરમિયાન પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે જણાવ્યું કે કોંગ્રેસ 125થી વધારે બેઠક જીતશે તો ગત વિધાનસભા ચૂંટણી કરતા સારૂ રાજકીય વાતાવરણ હોવાનું જણાવ્યુ છે.
નીકળેલી યાત્રા ખોડલધામ, ગાંઠીલા અને સીદસર મંદિરે જશે. ચૂંટણી માટે મતદારોને રીઝવવા કોંગ્રેસ પાટીદાર સમાજના શરણે કોંગ્રેસની યાત્રા ખોડલધામ પહોંચી હતી. જ્યાં કોંગ્રેસના નેતાઓએ ખોડલધામ ચેરમેન નરેશ પટેલ સાથે બંધબારણે બેઠક કરી હતી. બંધ બારણે બેઠક કરતાં રાજકીય વર્તુઓમાં અનેક તર્ક-વિતર્ક થઈ રહ્યા છે. વિધાનસભાની ચૂંટણી પહેલા બંને આગેવાનો વચ્ચે બેઠક થતા ચર્ચાએ જોર પકડ્યું છે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ જગદીશ ઠાકોરની ખોડલધામ ચેરમેન નરેશ પટેલ સાથે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ધારાસભ્ય લલીત વસોયા, પ્રતાપ દૂધાત, ભીખાભાઇ જોશી, ધારાસભ્ય અમરીશ ડેર, કેશોદના ધારાસભ્ય હર્ષદ રીબડીયા પણ ઉપસ્થિત રહ્યાં હતા. કોંગ્રેસના યાત્રા ખોડલધામ પહોંચી ત્યારે નરેશ પટેલ દ્વારા કોંગ્રેસ અધ્યક્ષ જગદીશ ઠાકોરને ખેસ પહેરાવી સ્વાગત કરાયુ હતું. જેના બાદ ખોડલધામ મંદિર ખાતે ગુજરાત કોંગ્રેસના નેતાઓએ દર્શન કર્યા હતા.
ઉલ્લેખનીય છે કે, વિધાનસભાની ચૂંટણીમાં પાટીદારોના મત અંકે કરવા કોંગ્રેસ દ્વારા આ યાત્રા કાઢવામાં આવી છે. આ અંગે કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોરે કહ્યું કે, વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસની 125 સીટો આવશે. પાટીદાર સમાજ સહિતના ધાર્મિક સ્થળોએ આ યાત્રા જશે.
આ બેઠક અંગે પાટીદાર નેતા નરેશ પટેલે કહ્યું કે, ખોડલધામ ટ્રસ્ટ ખાતે કોઈ પણ વ્યક્તિ દર્શન માટે આવી શકે છે. કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અને પાટીદાર નેતાઓ સાથે બેઠક થઈ છે. અહીંથી નીકળતા હતા ત્યારે મને ફોન આવતા મેં આમંત્રણ સ્વીકાર્યું હતું. સમય આવ્યે રાજકીય ચર્ચા પણ કરીશું. પરંતું આજે બેઠકમાં કોઈ રાજકીય ચર્ચા થઈ નથી. દરેક સમાજને વસ્તી આધારે ટીકીટ મેળવવાનો અધિકાર છે.


