Gujarat

ખોડલધામ પ્રમુખ નરેશ પટેલે પક્ષમાં જોડાવા  ટેન્ડર મંગવા જોઇએ: ઝાટકીયા

માણાવદર તાલુકા પાટીદાર માં જબરુ વર્ચસ્વ ધરાવતા અને સહકારી અગ્રણી કમ માણાવદર પટેલ સમાજના મેનેજિંગ ટ્રસ્ટી દેવજીભાઇ ઝાટકીયાએ આજે જ્યારે ગુજરાતના તમામ લોકોની નજર ખોડલધામના કર્તા – હર્તા અને સમાહર્તા એવા નરેશ પટેલ કયા પક્ષમાં જોડાશે તેના પર છે અને નરેશ પટેલ પણ એક રીતે જોઈએ તો પોતાનું વજન વધારવા ચુપ થઈને બેઠા છે ત્યારે માણાવદરના સહકારી આગેવાન દેવજીભાઈ ઝાટકિયાએ જાહેર નિવેદનમાં જણાવ્યું છે કે ખોડલધામના હીરો અને પ્રમુખ નરેશ પટેલ આજે અવઢવમાં મુકાયા છે તેમને ભાજપ-કોંગ્રેસે આવકાર્યા છે પણ નરેશ પટેલે કયા પક્ષમાં જોડાશે તેની સ્પષ્ટતા કરી નથી અને તે કહે છે કે મને સમાજ જે પક્ષમાં જોડાવાનું કેશે તેમાં જોડાઇશ.
 દેવજીભાઈ ઝાટકિયા કહે છે કે નરેશ પટેલે અવઢમાંથી બહાર નીકળવા તમામ પક્ષો પાસેથી જાહેર ટેન્ડરો મંગાવવા જોઈએ અને જે પક્ષ તેમને મોભાદાર સ્થાન કે વળતર આપે તેમાં જોડાવવું જોઇએ. આજે ગુજરાતમાં ત્રણ પક્ષોમાં ભાજપ કોઇ મોટું સ્થાન નહીં આપે અને કોંગ્રેસમાં તો ઘણા બધા તે સ્થાન મેળવવા દાવેદાર છે પરંતુ નરેશ પટેલ આમ આદમી પાર્ટીમાં જોડાય તો તેને મુખ્યમંત્રીનું પદ આપ જરૂરથી આપી શકે તેમ છે નરેશ પટેલે હવે વિચારવું રહ્યું કે કયો પક્ષ લેવો આમ આદમી પાર્ટીનું ચિત્ર ગુજરાતમાં ઉજળું થઈ રહ્યું છે
રિપોર્ટર-  જીગ્નેશ પટેલ માણાવદર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *