અંકલેશ્વર
અંકલેશ્વર ગડખોલના ગોપીનાથ રો હાઉસ ખાતે ૪૭ વર્ષીય પરિણીતાએ ગળે ફાંસો લગાવી આપઘાત કર્યો હતો. ૪૭ વર્ષીય મહિલા એ અગમ્ય કારણોસર નાયલોન ની દોરી બાંધી સિલિગ ફંડો લગાવી આપઘાત કરી લીધો હતો. જીઆઇડીસી પોલીસ ગુનો નોંધી તપાસ આરંભી હતી. અંકલેશ્વર તાલુકા ગડખોલ ગામ ખાતે આવેલ ગોપીનાથ રો હાઉસ ખાતે રહેતા નિશાબેન પ્રવેશ પાલ એ રોજ અગમ્ય કારણોસર ધરે રૂમમાં સિલિગ ફેન સાથે નાયલોન ની દોરી બાંધી ગળે ફાંસો લગાવી આપઘાત કરી લીધો હતો. આ અંગે તેમના પુત્ર ને જાણ થતા જીઆઇડીસી પોલીસ મથકે જાણ કરી હતી પુત્ર દિપક ની ફરિયાદ આધારે પોલીસે સ્થળ પર દોડી આવી હતી. અને મૃતદેહ નીચે ઉતારી પી.એમ અર્થે ખસેડાયો હતો. તેમજ પ્રાથમિક અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી.અત્રે ઉલ્લેખનીય છે કે , અંકલેશ્વરમાં છેલ્લા ઘણા સમયથી આપઘાતના બનાવો બની રહયાં છે. તેમાંય પરપ્રાંતિયોના આપઘાતના બનાવો ચિંતાજનક રીતે વધી રહયાં છે. આર્થિક સંકડામણ, પારિવારિક કારણો કે પ્રેમ પ્રકરણમાં લોકો જીવાદોરી ટુંકાવી રહયાં છે. આવા બનાવો રોકવા માટે જનજાગૃતિના કાર્યક્રમો યોજવામાં આવે તે સમયની જરૂરીયાત છે. પોલીસ વિભાગ અને સામાજીક સેવાભાવી સંસ્થાઓ પરપ્રાંતિય વિસ્તારોમાં સેમીનાર કે નાટક સહિતના કાર્યક્રમો યોજી લોકોને જાગૃત કરે તો સમાજ ઉપયોગી કાર્ય ગણાશે.