Gujarat

ગઢડાના રોજમાળ ગામે વાડીમાં આવેલા મકાનમાં આગ લાગતા ઘરમાં રહેલો ઘરવઘરી બળીને ખાખ

બોટાદ
બોટાદ જિલ્લાના ગઢડા તાલુકામાં આવેલા રોજમાળ ગામમાં જ્યાં રમેશભાઇ શેખ ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા છે. રમેશભાઈ શેખ દ્વારા કપાસનું વાવેતર કરવામાં આવેલું અને વાડીએ તેમના મકાનમાં આશરે ૮૦ મણ જેટલો કપાસ વીણીને રાખેલો હતો. ત્યારે હાલ લગ્નની સિઝન હોઈ રમેશભાઈ તેમજ તેમનો પરિવાર લગ્ન પ્રસંગમાં ગયો હતો. ત્યારે અગમ્ય કારણોસર ઘરમાં આગ લાગતા ઘરમાં રહેલો ઘર વખરી સહિત આશરે ૮૦ મણ કપાસ પણ બળીને ખાખ થઈ ગયો હતો. રોજમાળ ગામમાં બંધ મકાનમાં આગ લાગતા આસપાસના અન્ય રહીશો તેમજ ગામ લોકો દ્વારા આગ કાબુમાં લીધી હતી. ત્યારે રમેશભાઈના ઘરમાં આગ લાગવાના કારણે ઘરવઘરીની ચીજ વસ્તુ સહિત આશરે ૮૦ મણ જેટલા કપાસમાં આગ લાગવાના કારણે ખૂબ મોટું નુકસાન થતા પરિવારમાં ચિંતાનો માહોલ સર્જાયો છે. ત્યારે હજુ આગ લાગવા પાછળ શું કારણ છે,તે જાણી શકાયું નથી.

File-01-Page-21.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *