Gujarat

ગરીબોના ઘરમાં સુખનો સૂર્યોદય ગરીબ કલ્યાણ મેળા થકી થયું ઃ વન પર્યાવરણ મંત્રી

ભાવનગર
ગરીબીના કલંકને નાબૂદ કરવા માટે સમગ્ર રાજ્યમાં ગરીબ કલ્યાણ મેળાઓ યોજાઇ રહ્યાં છે ત્યારે લાભ મેળવનાર લાભાર્થીઓને શુભેચ્છા પાઠવતાં તેમણે કહ્યું કે, અહીંથી મળેલા લાભોનો યોગ્ય ઉપયોગ કરી તમે પ્રગતિ કરીને આગળ વધો. સરકાર તમારો હાથ પકડી તમને બેઠા કરવાનું કામ કરી રહી છે, પરંતુ દોડવું તો તમારે જ પડશે કારણ કે તમારું એક પગલું ભારતને ૧૨૫ કરોડ કદમ આગળ લઇ જશે.ભાવનગર ખાતે ગ્રામ્ય, શહેરી અને કોર્પોરેશનનો સંયુક્ત ૧૨મો ગરીબ કલ્યાણ મેળો યોજાયો હતો. જેમાં ૬૯ હજાર લાભાર્થીઓને રૂ.૨૭૦ કરોડના સાધન-સહાય હાથોહાથ આપવામાં આવ્યા હતા. આ તકે વન અને પર્યાવરણ મંત્રી કિરીટસિંહ રાણા પણ ઉપસ્થિત રહ્યા છે. ગરીબોના ઘરમાં સુખનો સૂર્યોદય અને ગરીબીના ઓછાયાનો અસ્તાચળ લાવવાનું કાર્ય ગરીબ કલ્યાણ મેળા થકી થયું છે. ગરીબો પગભર થાય અને ગરીબીના અભિશાપમાંથી મુક્ત થઈ સ્વમાનભેર જીવન નિર્વાહ કરવાં માટે જરૂરી સાધન સહાયથી તેમનું જીવન નિર્વાર કરી શકે તેનું સશક્ત માધ્યમ ગરીબ કલ્યાણ મેળા બન્યાં છે. વડાપ્રધાનના દ્રષ્ટવંત નેતૃત્વમાં ગરીબોના આંસુ લૂછવાં શરૂ થયેલા આ ગરીબ કલ્યાણ મેળા થકી ગરીબીને દેશવટો આપવો છે. આ ગરીબ કલ્યાણ મેળામાં ભાવનગર ગ્રામ્યના ૪૬,૮૬૪ લાભાર્થીઓને રૂા.૧,૧૧,૯૮,૯૧,૮૩૪, શહેરી વિસ્તારમાં ૬,૨૦૮ લાભાર્થીઓને રૂા.૧૦,૯૧,૬૩,૨૯૯, કોર્પોરેશન વિસ્તારમાં ૧૬,૦૨૨ લાભાર્થીઓને રૂા.૧,૪૭,૫૩,૧૧,૯૩૫ એમ કુલ મળીને ૬૯,૦૯૪ લાભાર્થીઓને ૨,૭૦,૪૩,૬૭,૦૬૮ ની સાધન સહાય તથા લાભનું હાથોહાથ વિતરણ કરવામાં આવ્યું હતું. એક સમય એવો હતો કે સરકારમાંથી નિકળેલો એક રૂપિયો ૧૫ પૈસા થઇને લાભાર્થીએ પહોંચતો હતો. વચેટીયાઓ વગર લાભાર્થીના ખાતામાં ડી.બી.ટી.થી સીધેસીધો એક રૂપિયો પહોંચે છે. ગરીબોના ઘરમાં કલ્યાણનો દીપ પ્રગટાવતો ગરીબ કલ્યાણ મેળો એ ગુજરાતની એક ઓળખ બની ગયો છે. તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રજાના કલ્યાણ માટે કરેલાં કાર્યની નોંધ આજે સમગ્ર દેશ લઇ રહ્યો છે. તેમણે પ્રશસ્થ કરેલાં માર્ગ પર ચાલીને આ ગરીબ કલ્યાણ મેળાની શ્રુંખલાને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાનીવાળી રાજ્ય સરકાર આગળ વધારી રહી છે. ગરીબી અને દારૂણતાને દેશવટો આપનારા ઉપક્રમ એટલે ગરીબ કલ્યાણ મેળો છે તેમ જણાવી તેમણે કહ્યું કે, આ ગરીબ કલ્યાણ મેળાથી કેટકેટલાં ઘરમાં ચૂલાં સળગ્યાં છે. લાખો લોકોને રોજગારના અવસર મળ્યાં છે. ગરીબ કલ્યાણ મેળાને લીધે પગભર થયેલાં લોકોના ચહેરાં પર જાેવાં મળતું મુસ્કાન અમારે મન મોટી મૂડી છે અને એટલે જ લોકો અમારી સરકાર પર ભરોસો મૂકે છે. આ ભરોસો અને વિશ્વાસના સેતુને વધુ મજબૂત બનાવતું માધ્યમ આ ગરીબ કલ્યાણ મેળો છે. અમારી સરકાર પારદર્શક અને નિર્ણાયક કહેવાય છે. કોરોનાના કપરાં કાળમાં પણ ઘરે ઘર સુધી અનાજ પહોંચાડીને કોઇને ભૂખ્યાં સુવા દિધાં નથી તેવી આ જાગતી સરકાર છે. ગરીબના આંસુ લુંછવાનો આ નાનકડો પ્રયાસ છે. જેના દ્વારા ગરીબના ઘરમાં ઉજાસ ફેલાવવો છે તેમ તેમણે વધુમાં ઉમેર્યું હતું. વિકાસ કાર્યોની અનેક નવતર પહેલ દ્વારા ગુજરાતના સમગ્રતયા સશક્તિકરણની દિશામાં નક્કર પગરણ મંડાયા છે. શિક્ષણ હોય કે રોજગાર, કૃષિ હોય કે ઉધોગ, મહિલા સશક્તિકરણ હોય કે યુવા વિકાસ, સિંચાઇ હોય કે પીવાના પાણીની સવલતો, વંચિતો, વનબંધુઓનો વિકાસ હોય કે ગરીબોને આવાસની સવલત હોય વિકાસના તમામ ક્ષેત્રોમાં સિધ્ધિના સોપાનો ગુજરાત સર કરી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શાસનમાં સમગ્ર દેશ વિકાસની નવી ઉંચાઇઓ સર કરી રહ્યો છે. જેની સમગ્ર વિશ્વમાં નોંધ લેવામાં આવે છે. પ્રજાની નાનીમાંનાની મુશ્કેલીઓના નિરાકરણ માટે અને જરૂરીયાતો પુરી કરવા વડાપ્રધાનના માર્ગદર્શન અનુસાર ઝડપી પગલાંઓ લઇને આ સરકારે ઉદાર યોજનાઓ અમલી બનાવી છે. જેનો લાભ ગામડામાં બેઠલા ગરીબ, વંચિત, ખેડૂત, વૃધ્ધ, નિરાધાર અને ગંગા સ્વરૂપા બહેનોને મળી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *