Gujarat

ગળતેશ્વર પાસેથી દેશી તમંચા સાથે બે શખ્સો ઝડપાયા

નડિયાદ
સેવાલિયા પોલીસના માણસો અમદાવાદ ઇન્દોર હાઇવે ઉપર આવેલ મહારાજાના મુવાડા નવી ચેકપોસ્ટ પર વાહન ચેકિંગમાં ઉભા હતા. આ દરમિયાન ગોધરા તરફથી આવતી બ્રેઝા ગાડી નંબર(જીજે-૧૦-ડીએ-૨૫૫૫)ને શંકાના આધારે અટકાવી હતી. કારમાં સવાર કાર ચાલક તથા અન્ય એક ઈસમની પુછપરછ કરતા તેઓએ પોતાના નામ હુસેન અલીમભાઈ સમા (રહે. ચોરબેડી, તા. લાલપુર જિ. જામનગર) અને અનિલ મહિડા (રહે.મધ્યપ્રદેશ) હોવાનું જણાવ્યું હતું. પોલીસે ઉપરોક્ત કારની તલાસી લેતા કારની પાછળની સીટમાંથી ભારતીય હાથ બનાવટની લોખંડનો દેશી તમંચો નંગ એક કિંમત રૂપિયા ૫ હજારનો મળી આવ્યો હતો. જે બાબતે પોલીસે પરમીટ માગતા આ બંને લોકો પરમીટ રજૂ કરી શક્યા નહોતા. આથી કોઈ ગુનાહિત કાવતરાની માટે આ તમંચાનો ઉપયોગ થવાની શક્યતા રહેતા પોલીસે ઉપરોક્ત બંનેની અટકાયત કરી છે. સાથે સાથે ગુનામાં વપરાયેલી કાર તથા રોકડ રૂપિયા અને મોબાઇલ ફોન મળી કુલ રૂપિયા ૫ લાખ ૧૯ હજાર ૩૨૦નો મુદ્દામાલ જપ્ત કરી ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.ગળતેશ્વરના મહારાજના મુવાડા ચેકપોસ્ટ પાસેથી કારમાંથી દેશી તમંચો મળી આવતા ચકચાર મચી છે. આ બનાવમાં કારચાલક અને અન્ય એક ઇસમની અટકાયત કરાઈ છે. પોલીસે કાર સહિત કુલ રૂપિયા ૫.૧૯ લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *