Gujarat

ગાંધીધામમાં એક શખ્સે યુવતીને અર્ધબેભાન કરી વારંવાર આચર્યું દુષ્કર્મ

ગાંધીધામ
ગાંધીધામમાં રહેતી ૨૪ વર્ષિય યુવતી ઘરની છત પર સુતી હતી. ત્યારે એક શખ્સ છત ઉપર ધસી આવ્યો અને યુવતીને રૂમાલ વડે કંઈક સુંઘાડી અર્ધબેભાન કરી નાખી હતી. ત્યારબાદ યુવતી પર અવાર-નવાર દુષ્કર્મ આચરી અને પોતાની હવસનો શિકાર બનાવતો હતો. ‘ઘટના અંગે કોઈને જાણ કરીશ તો તારા માતા-પિતાને મારી નાખીશ’ તેમજ તેણીને ઉપાડી જઈ વેચી નાખવાની ધમકી આપી હતી. ગાંધીધામ એ-ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો અનુસાર અગાઉ એક માસથી પહેલી ઓગસ્ટ સુધી રાત્રિના અવાર-નવાર તેમજ ગત ગુરૂવારના સવારે આ બનાવ બન્યો હતો. શહેરમાં રહેતી યુવતી રાત્રિના સમયે પોતાના રહેણાંક મકાનની છત પર સુતી હતી. ત્યારે શહેરના નવી સુંદરપુરી મધ્યે રહેતો દિનેશ દેવીપુજક નામનો શખ્સ યુવતીના ઘરની છત પર ધસી આવતો હતો. દિનેશે યુવતીને રૂમાલ વડે કંઈક સુંઘાડી તેણીને અર્ધબેભાન કરી નાખી હતી. ત્યારબાદ અર્ધબેભાન અવસ્થામાં યુવતી પર અવાર-નવાર દુષ્કર્મ આચર્યું હતું. યુવતીને હવસનો શિકાર બનાવાનું ચાલુ રાખી અને કોઈને વાત કરીશ તો તારા માતા, પિતાને મારી નાખીશ તેવી ધમકી આપી હતી. આરોપીની હેવાનિયતથી કંટાડીને પીડિતાએ પરિવારજનોને આપવીતી સંભળાવી હતી. જેથી યુવતીની માતાને બનાવની જાણ થતા દિનેશે યુવતીની માતાને પણ કોઈને કંઈ કહેતા નહીં નહિતર તમને બે જણાને મારી નાખીશ અને તમારી દિકરીને ઉપાડી જઈ વેચી નાખીશ તેવી ધમકી આપી હતી. આરોપીની ધમકીથી પીડિતાનો પરિવાર ભયભીત બની ગયો હતો. તો વળી સમાજમાં બદનામી થવાથી મામલો દબાવી દીધો હતો, પરંતુ દિનેશની ધમકીઓ ચાલુ રહેતા આખરે યુવતીની માતાએ પોલીસમાં ફોજદારી નોંધાવી હતી. જે અંગે પોલીસે દિનેશ સામે ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.

File-02-Page-11.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *