Gujarat

ગાંધીનગરના કૃષિ ભવનના મહિલા અધિકારીએ સાસરિયા વિરુદ્ધ ફરિયાદ કરી

ગાંધીનગર
ગાંધીનગર કૃષિ ભવનમાં ફરજ બજાવતાં કલાસ વન મહિલા અધિકારીએ તા. ૧૪મી જુલાઈ ૨૦૦૩ નાં રોજ પરિવારની સંમતિ વિના સેકટર – ૧૪ માં રહેતાં જયેશ પંચાલ સાથે કોર્ટમાં મેરેજ કર્યા હતા. શરૂઆતમાં આણંદ રહ્યા પછી દંપતી ગાંધીનગર સેકટર – ૧૪ ખાતે રહેવા માટે આવ્યું હતું. ત્યારે પતિ જયેશ વાર તહેવારે સાસરી બાયડ તેના પરિવારને મળવા જતો હતો. બાદમાં વર્ષ – ૨૦૦૮ માં પુત્રનો જન્મ થતાં પતિ જયેશ આડા સંબંધોનો વહેમ રાખી ત્રાસ આપવા લાગ્યો હતો. પતિએ ચારિત્ર્ય પર શંકા કરતાં મહિલા અધિકારીની હાલત કફોડી બની ગઈ હતી. આટલું ઓછું હોય તેમ સાસુ પુષ્પાબેન, સસરા મણીભાઈ, બે નણંદો અને તેના પતિઓ ચઢવણી કરતાં હોવાથી જયેશ વધુને વધુ ત્રાસ આપતો રહેતો હતો. એટલે સુધી કે આ લોકોએ મહિલા અધિકારીનો તગડો પગાર પણ માંગવા માંડયો હતો અને ઘર ચલાવવાની જવાબદારી પણ માથે થોપી દીધી હતી. પતિ પુત્રોની હાજરીમાં માર પણ મારતો હતો. પરિવારની સંમતિ વિના લગ્ન કર્યા હોવાથી મહિલા અધિકારી બધો ત્રાસ મૂંગા મોઢે સહન કરતા રહ્યા હતા. વર્ષ – ૨૦૧૦ માં સાસુ સસરા તેમની સાથે રહેવા આવ્યા હતા. પરંતુ દંપતી વચ્ચે અવારનવાર ઝગડા થતાં રહેતાં હોવાથી સાસુ ચાર પાંચ મહિના રોકાણ કરીને પરત બાયડ જતાં રહ્યાં હતાં. પણ સસરા મણીભાઈ તેમની સાથે રહેવા લાગ્યા હતા. જાેકે, સસરાનાં મલિન ઈરાદાથી અજાણ મહિલા અધિકારીએ સસરાનાં રોકાવા તરફ બહુ ખાસ ધ્યાન આપ્યું ન હતું. પરંતુ સસરો એકલતાનો લાભ ઉઠાવી પુત્રવધૂને શારીરિક સ્પર્શ કરવાનું ચૂકતો નહીં. શરૂમાં મહિલા અધિકારીને આ બાબત આકસ્મિક ઘણી હતી. જાેકે, સસરાની કરતૂત વધવા માંડતા તેનો મલિન ઈરાદો મહિલા અધિકારીને ખ્યાલ આવી હતો. સસરો પુત્રવધૂથી એટલો બધો મોહિત થઈ ગયો હતો કે તેણે પુત્રવધુને ચિઠ્ઠી પણ લખી નાખી હતી. અને પોતે જાય પછી વાંચીને ફાડી નાખવા પણ કહ્યું હતું. આ બાબતે મહિલા અધિકારીએ સસરાની કરતૂતની જાણ પતિ તેમજ સાસરીમાં કરી હતી. પરંતુ પતિ જયેશ ઉલ્ટાનો સસરા કહે એમ એટલે કે ઈચ્છા પૂરી કરી દેવાની નહીં તો પુત્રને મારી નાખવાની ધમકીઓ આપવા માંડ્યો હતો. આ સાંભળી મહિલા અધિકારી નાં પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. હવે પતિ અપ્રાકૃતિક સેક્સ માર મારીને દબાણ પણ કરવા લાગ્યો હતો. અને બહાર પૈસા ખર્ચીને પણ તેની મનોવિકૃત હવસ સંતોષવા માંડ્યો હતો. પૈસા માટે પતિ જયેશ તેણીને શારીરિક માનસિક ત્રાસ આપવાની કોઈ કસર બાકી રાખતો ન હતો. તે રાત્રે – દિવસે જાેરશોરથી મોબાઈલમાં ગીતો વગાડીને મહિલા અધિકારીને ટોર્ચર કર્યા કરતો હતો. આખરે હારી થાકીને મહિલા અધિકારીએ ૧૮૧ અભયમ મહિલા હેલ્પ લાઈનની મદદ લઈને મહિલા પોલીસ મથકમાં સાસરિયા વિરુદ્ધ દહેજ પ્રતિબંધક ધારા હેઠળ ગુનો દાખલ કરાવી સસરાએ લખેલી ચિઠ્ઠી પણ પુરાવા રૂપે રજૂ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *