ગાંધીનગર
ગાંધીનગર ભાટ મધર ડેરી પાસે આત્રેતુલીપ ફ્લેટ નંબર – એચ /૬૦૨માં રવિભાઈ શંકરભાઈ માખીજાની પત્ની મનીષાબેન અને બે સંતાનો સાથે રહે છે. અમદાવાદ ક્લોથ માર્કેટ રેડીમેડ કાપડનો ધંધો કરતાં રવિભાઈ સવારે દુકાને જતાં રહેતાં હતાં. છેલ્લા કેટલાક વખતથી તેમની પત્ની ઘરઘાટીની શોધમાં હતા. ગત તા. ૧૦મી ડિસેમ્બરના રોજ સવારે દંપતી ઘરે હાજર હતું. એ સમયે એક મહિલા હાઉસ કીપિંગનું કામ કરતી હોવાની કહી કોઈ કામ બંધાવવું હોય તો કહેજાે એમ કહેવા લાગી હતી. આથી મનીષાબેને તેનું નામ ઠામ પૂછતાં તેણે પોતાનું નામ કિરણબેન વિનોદભાઈ ગોયર (રહે. ભાટ, રબારી વાસ) હોવાની ઓળખાણ આપી હતી. બાદમાં નક્કી થયા મુજબ કિરણ સવારે દસ વાગ્યાથી બપોરના દોઢ વાગ્યા સુધી ઘરનું કામકાજ કરવા આવતી હતી. શરૂઆતના દિવસમાં કિરણની ચાલ ચલગત સારી દેખાતાં મનીષાબેને તેની પર વિશ્વાસ મૂકી દીધો હતો, પરંતુ નવ દિવસ પછી ૧૯મી ડિસેમ્બરના રોજ તેમની સાત વર્ષની દીકરી માયરા તેની સ્ટડીબુક કાઢી રહી હતી ત્યારે તેના ગળામાંથી ૪૫ હજારની કિંમતની ચેઈન ગાયબ હતી. જાેકે, દીકરીને ચેઇન અંગે કઈ ખબર ન હતી. જે અંગે મનીષાબેને પતિનું પણ ધ્યાન દોર્યું હર્તુ સાત વર્ષની દીકરીએ રમત રમતમાં ચેઇન પાડી નાખી હશે એમ માનીને દંપતીએ ઘરમાં કામ કરતી કિરણ તરફ ધ્યાન કેંદ્રિત કર્યું ન હતું, પરંતુ ૨૩મી ડિસેમ્બરના રોજ તેમના રૂમના ડ્રોવરમાંથી ૨૨ હજારની રોકડ પણ ચોરાઈ ગઈ હતી. જેથી ઘરમાં તપાસ કરવા છતાં રૂપિયા મળી આવ્યા ન હતા. જાેકે કિરણ તેનું ઘરઘાટીનું કામ કરતી રહેતી હતી. જેનાં પર શંકા રાખી રવિભાઈ અને તેમના મિત્રએ કિરણની કડકાઈથી પૂછતાંછ કરતાં તેણે જ ઘરમાં હાથ ફેરો કર્યાની કબૂલાત કરી હતી. જે અંગે રવિભાઈની ફરિયાદના આધારે અડાલજ પોલીસે ગુનો નોંધી કિરણની ધરપકડ કરી લીધી હતી.ગાંધીનગરના ભાટ ગામે આવેલા આત્રેતુલીપ ફ્લેટમાં ઘરઘાટીનું કામ કરતી મહિલાએ માત્ર નવ દિવસમાં જ મોકો મળતાં જ મકાન માલિકની સાત વર્ષની દીકરીના ગળામાંથી ૪૫ હજારનો સોનાની દોરો અને ડ્રોવરમાંથી ૨૨ હજાર રોકડની સફાઈ કરી લીધી હતી. આ અંગે અડાલજ પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવતાં પોલીસે આરોપી મહિલાની ધરપકડ કરી છે.
