ગાંધીનગર
ગાંધીનગરની ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીને યુનિવર્સિટી ગ્રાન્ટસ્ કમિશન (યુ.જી.સી.) તરફથી ૧૨ મ્ની માન્યતા પ્રદાન કરવામાં આવી છે. નોંધનીય છે કે યુનિવર્સિટીના કુલપતિ હર્ષદભાઈ શાહના નેતૃત્વમાં આ સિદ્ધિ હાંસલ થઈ છે. આ અંગે કુલપતિ હર્ષદભાઈ શાહે જણાવ્યું હતું કે, આપણા માટે આ એક આનંદનો અવસર છે. યુનિવર્સિટીના સર્વ સ્ટાફના પરિશ્રમ અને સહયોગથી આ સિદ્ધિ પ્રાપ્ત કરી શક્યા છીએ. આ પ્રસંગે તેમણે યુનિવર્સિટીને વધુ ઊંચાઈ પર લઈ જવા માટે પણ સૌને આહ્વાન કર્યું હતું. જ્યારે કુલસચિવ ડૉ. અશોક પ્રજાપતિએ સ્ટાફને સંબોધતાં જણાવ્યું હતું કે, યુ.જી.સી. તરફથી જે ૧૨ મ્ની માન્યતા મળી છે તે બદલ તેમનો ધન્યવાદ છે. યુનિવર્સિટીના ઋષિતુલ્ય વ્યક્તિત્વ કુલપતિના માર્ગદર્શન અને તેમની જહેમતના કારણે જ આ સફળતા મળી છે. આ સફળતાની યાત્રામાં તેમણે સૌ સહયોગી, એડમિન સ્ટાફ સહિત સૌનો આભાર માન્યો હતો. વર્ષ ૨૦૦૭ પછી રાજ્યમાં સ્થપાયેલી સ્ટેટ યુનિવર્સિટીઓમાંથી જાે કોઈ યુનિવર્સિટીને ૧૨ મ્ની માન્યતા મળી હોય તો તે માત્ર ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી છે. આગામી સમયમાં યુનિવર્સિટીમાં હવે આંતરરાષ્ટ્રીય કક્ષાની રિસર્ચ સહિતની પ્રવૃત્તિને વેગ મળશે તેવી આશા કુલપતિએ વ્યક્ત કરી હતી. ૧૨ મ્ પ્રાપ્ત કરવાની પ્રક્રિયામાં કુલસચિવ ડૉ. અશોક પ્રજાપતિ સાથે પ્રો. બી.ડી. ઢીલાએ પણ ઉમદા સહયોગ આપ્યો હતો. આ સિદ્ધિની જાહેરાત માટે યુનિવર્સિટીમાં યોજાયેલા કાર્યક્રમમાં સૌ સ્ટાફે આ માન્યતા મેળવવા માટે થયેલા સંઘર્ષને યાદ કરીને સૌએ અભિનંદન પાઠવ્યાં હતાં.રાજ્યમાં વર્ષ ૨૦૦૭ પછી સ્થપાયેલ સ્ટેટ યુનિવર્સિટીઓમાંથી એકમાત્ર ગાંધીનગરની ચિલ્ડ્રન યુનિવર્સિટીને યુનિવર્સિટી ગ્રાન્ટસ્ કમિશન (યુ.જી.સી.) તરફથી ૧૨ મ્ની માન્યતા પ્રદાન કરવામાં આવી છે. જેનાં થકી આગામી સમયમાં અત્રેની યુનિવર્સિટીમાં આંતરરાષ્ટ્રીય કક્ષાના રિસર્ચ સહિતની પ્રવૃત્તિને વેગ મળવાની આશા સંસ્થાના કુલપતિ હર્ષદ શાહ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.


