Gujarat

ગાંધીનગરમાં એલઆરડીના પુરુષોમાં પણ બેઠક વધારવાની માંગ

ગાંધીનગર
એલઆરડી મામલે વિવાદનો અંત આવતો નથી. ફરી ગાંધીનગરની છાવણીમાં એલઆરડી ભરતીમાં અન્યાય થયાના આરોપ સાથે પુરુષ ઉમેદવારો દ્વારા ધરણાં કરાયા હતા. ૩૫થી વધુ પુરુષ ઉમેદવારોએ ધરણાં કર્યા હતા. આ ઉમેદવારોની માંગ છે કે, મહિલાઓની જેમ પુરુષ ઉમેદવારોની બેઠકો વધારવામાં આવે.લોકરક્ષક દળની ભરતીના વેઈટિંગ લિસ્ટની રાહ જાેઈને બેઠેલા ઉમેદવારો ફરીવાર ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે વિરોધ પ્રદર્શન શરૂ કર્યા છે . સરકારે વેઈટિંગ લિસ્ટ બહાર પાડવાની જાહેરાત કરી હતી . અગાઉ એપ્રિલ મહિનામાં ગૃહ વિભાગે તાત્કાલિક વેઈટિંગ લિસ્ટ બહાર પાડીને નિમણૂકો આપવાની જાહેરાત કરી હતી. પરંતુ જુલાઈ મહિના સુધી જૈસે થે જેવી સ્થિતિ હતી જેના લીધે ઉમેદવારોએ ધરણાં પ્રદર્શન કર્યું હતું. અગાઉ બે વખત લોકરક્ષક દળની ભરતીમાં જ વેઈટિંગ લિસ્ટ બહાર પાડવાની જાહેરાત થઈ હતી પરંતુ અમલવારી નહોતી થઈ. એલઆરડી માટે ૧૨ હજાર જેટલી ભરતીની જાહેરાત કરાઈ હતી અને તેના ૨૦ ટકા મુજબ ઉમેદવારોનું વેઈટિંગ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું હતું . જાે કે પુરુષ ઉમેદવારોએ ૨૪૮૫ મહિલા ઉમેદવારોની સમકક્ષ પુરુષ ઉમેદવારોની પણ સંખ્યા વધારવાની માંગણી ઘણા વખતથી કરવામાં આવી રહી છે. આ મુદ્દે તેમણે અગાઉ આંદોલન કરતાં સરકારે તેમને સચિવાલયમાં બોલાવીને વહેલામાં વહેલી તકે લિસ્ટ જાહેર થશે તેવી હૈયાધારણા આપી હતી અને મામલો શાંત પાડવાનો પ્રયાસ કર્યો હતો. જાેકે, બાંહેધરી પછી પણ જાહેરાત ના થતાં ઉમેદવારો લડવાના મૂડમાં આવી ગયા છે. જેનાં ભાગરૂપે આજે ફરીવાર પુરુષ ઉમેદવારોએ ધરણા પ્રદર્શન યોજીને ગૃહ મંત્રીને પણ રજૂઆત કરવામાં આવશે તેમ જણાવાયુ છે.એલઆરડીમાં મહિલા ઉમેદવારોની બેઠક વધારવાનો ર્નિણય સરકારે લીધા બાદ પુરૂષ ઉમેદવારો માટેની બેઠક પણ વધારવાની માંગણી પ્રબળ બનતી જઈ રહી છે. જે અન્વયે ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે એલઆરડીનાં પુરુષ ઉમેદવારોએ ફરીવાર ધરણાં પ્રદર્શન યોજીને વિરોધ નોંધાવ્યો હતો.

File-02-Page-33.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *