Gujarat

ગાંધીનગરમાં ખેડૂતોએ સરકારને ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપી

ગાંધીનગર
વિધાનસભા ગૃહમાં રાજ્ય સરકારે ખેડૂતોને આઠ કલાક વીજળી આપવાનો વાયદો કર્યો હતો, પરંતુ હજુ સુધી ખેડૂતોને આઠ કલાક વીજળી પ્રાપ્ત થઇ નથી. ત્યારે ગુજરાત વિધાનસભાના પ્રવેશદ્વાર ઉપર જ કોંગ્રેસના ધારાસભ્યોએ વિરોધ કર્યો હતો. ત્યારે હવે ગાંધીનગર જિલ્લાની આસપાસના ખેડૂતો ભેગા થઇને પેથાપુર ખાતે આવેલી જીઈબી ઓફિસ સાથે ધરણાં કરવા ટ્રેક્ટર લઈને નીકળી પડ્યા છે, પરંતુ પોલીસે અધવચ્ચે જ તેમની અટકાયત કરી છે. ગુજરાત રાજ્યના ખેડૂતોને આઠ કલાકની વીજળી પ્રાપ્ત થઈ નથી. ત્યારે ખેડૂતો રાજ્ય સરકાર સામે વીજળીના પ્રશ્ને વિરોધ કરવા અત્યારે ખેતર મૂકીને રસ્તા પર ઉતર્યા છે. તમામ ખેડૂતો ટ્રેક્ટર લઈને ગુજરાત ઇલેક્ટ્રીક બોર્ડની ઓફિસ ખાતે ભેગા થઈને વિરોધ કરવાનું આયોજન કર્યું હતું, પરંતુ પોલીસ તેમને અડધે રસ્તે જ અટકાવી રહી છે. જે રીતે ખેડૂતોને વીજળીનો પૂરતો પૂરવઠો મળી રહેલો નથી અને ઊભા પાકને નુકસાન થવાની ભીતિ છે. ત્યારે આવનારા સમયમાં કોંગ્રેસ અને કોંગ્રેસને સહકાર આપતા ખેડૂત સંગઠન દ્વારા તમામ જિલ્લાઓમાં વિરોધ કરવાનું આયોજન પણ કરવામાં આવ્યું છે. વિધાનસભાની અંદર પણ વીજળીનો પ્રશ્ન પૂછ્યો છે. ત્યારે ગાંધીનગરના પેથાપુર અને દહેગામ ખાતે ખેડૂતો સરકારનો વિરોધ કરવા માટે ભેગા થાય તે પહેલા જ પોલીસે તમામને અટકાવી દીધા હતાં. પૂરતી વીજળી ન મળતા ખેડૂતોએ પેથાપુર જીઈબી કચેરી ખાતે વિરોધ કરવામાં આવી રહ્યું છે. કિસાન સંઘના આગેવાન ખેડૂતોએ આક્રોશ વ્યક્ત કર્યો છે કે, ખેડૂતોને પૂરતી વીજળી મળતી નથી. ૮ કલાકની જગ્યાએ માત્ર ૬ કલાક વીજળી આપવામાં આવે છે. ખેડૂતો ગાંધીનગરમાં ટ્રેકટર રેલી યોજી આવેદન પત્ર આપવા આવ્યા છીએ પણ અધવચ્ચે જ અમને અટકાવી દેવામાં આવ્યા છે. ખેડૂતોની માંગ છે કે, નિરંતર જૂના ટાઇમ ટેબલ પ્રમાણે ૮ કલાક વીજળી આપવામાં આવે. સતત બધા ફિડરમાં એકસાથે વીજળી આપવાથી બોરમાંથી પાણી પૂરતુ મળતું નથી, જેમ કે ભુગર્ભ જળને અસર થાય છે. ખેતીમાં પુરા વોલ્ટેજ સાથે ૮ કલાક વીજળી મળવી જાેઇએ. ખેતી વિષયક વીજ મીટર હટાવી સમાન વીજદર કરવો જેવી માંગણીઓ ખેડૂતો કરી રહ્યાં છે.ગાંધીનગર આખુ પોલીસ છાવણીમાં ફેરવાયુ છે. એક તરફ પાર-તાપી લિંક યોજના અંગે આદિવાસીઓનો વિરોધ મુદ્દે મોટી સંખ્યામાં પ્રદર્શનકર્તાઓ ગાંધીનગર પહોંચ્યા છે. જ્યારે બીજી તરફ પૂરતી વીજળી ન મળતા ખેડૂતો આક્રમક મોડમાં આવીને ગાંધીનગર પહોંચ્યા છે. જિલ્લાની આસપાસના ખેડૂતો વીજળી મુદ્દે ભેગા થઇને પેથાપુર ખાતે ધરણાં કરવા ટ્રેક્ટર લઈને આવ્યા છે, પરંતુ પોલીસે અધવચ્ચે જ તેમની અટકાયત કરી છે. ભારતીય કિસાન સંઘે ચીમકી ઉચ્ચારી છે કે, જાે આ વીજ સમસ્યાનો ઉકેલ ૭૨ કલાકમાં નહીં આવ

Farmers-stage-a-tractor-rally-in-Gandhinagar.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *