Gujarat

ગાંધીનગરમાં ટ્રાન્સફર ફી લેવાના નિર્ણય પર કમિશ્નરને રજૂઆત

ગાંધીનગર
ગાંધીનગર શહેરના નાગરિકો પાસેથી મિલકત વેરો, સફાઇ વેરો તથા અન્ય ટેક્સનું ઉધરાણું કરવામાં આવે છે. પરંતુ પૂરતી સુવિધા મળતી નથી. ઉપરાંત લાખો કરોડો રૂપિયા મિલકત વેરા લઈ ભષ્ટ્રાચાર આચરવામાં આવે છે જેની તપાસ પણ થતી નથી. ઉપરાંત ચુંટાયેલા કોર્પોરેટરો પોતાની ગ્રાન્ટનો ઉપયોગ શહેરના સેક્ટરોના વિકાસ માટે નહિ પણ તેમના લાગતા વળગતા વ્યક્તિઓને સાચવવા માટે ખુરશીઓ, તિજાેરી, સાઉન્ડ સિસ્ટમ, પંખા, ટ્રી ગાડૅ વગેરેની ખરીદી કરી લ્હાણી કરતા હોવાના પણ આક્ષેપો કરાઈ રહ્યા છે. આ ચીજવસ્તુઓનું ફક્ત ધાર્મિક સ્થળોને વિતરણ કરવામાં આવે છે. જે વસાહતીઓને ઉપયોગી નથી. હાલમાં પણ ખુરશીઓ વિતરણ કયૉ વિના ખાનગી ગોડાઉનમાં ધૂળ ખાય છે. જે મિડિયામાં ફોટા સહિત જાહેર થયેલું છે. પરંતુ તેની તંત્ર દ્વારા તપાસ કરવામાં આવી કે નહીં તે પ્રશ્ન ઉભો જ છે. જેથી ફક્ત સેક્ટરોના વિકાસ અને કાયદેસરની જગ્યાએ ચીજવસ્તુઓનું વિતરણ કરવામાં આવે તેવી રીતે આયોજન કરવા નાગરિકોની કમિશ્નર સમક્ષ માંગણી છે.ગાંધીનગર મહાનગર પાલિકાની તાજેતરમાં મળેલી સ્થાયી સમિતિની બેઠકમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગાંધીનગર શહેરના નાગરિકો પાસેથી મિલકત ટ્રાન્સફર ફી વસુલ કરવા માટે તધલખી નિણૅય લેવામાં આવેલો છે. જેના પગલે ગાંધીનગર શહેરના નાગરિકોમાં સખ્ત વિરોધની સાથે આક્રોશ વ્યાપ્યો છે. મ્યુનિસિપલ કમિશ્નરને શહેર વસાહત મહાસંઘ દ્વારા રજૂઆત પણ કરાઈ છે. સંસ્થાના પ્રમુખ કેસરીસિંહ બીહોલાએ જણાવ્યું હતું કે, મિલકત ટ્રાન્સફર વંશ પરંપરાગત થતી હોય છે, વેચાણ થતી નથી. જ્યારે મિલકત વેચાણથી ટ્રાન્સફર થાય ત્યારે રાજ્ય સરકાર દ્વારા સ્ટેમ્પ ડયૂટી વસુલ કરવામાં આવે છે તેમજ મિલકત વેરો પણ લેવામાં આવે છે. આ રીતે ડબલ ટેક્સ ચલાવી ન લેવાય. જેનો ગાંધીનગર શહેરના નાગરિકો સખ્ત વિરોધ કરી રહ્યા છે. જે પુનઃ વિચારણા કરી પાછો ખેંચવા શહેરના નાગરિકોની માંગણી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *