Gujarat

ગાંધીનગરમાં ફોજ ઊતરી આવી રેલી કાઢી વિધાનસભા તરફ કૂચ કરે એ પહેલાં જ પોલીસે અટકાવી દીધા

ગાંધીનગર
રાજ્ય સરકાર સામે ૧૪ પડતર માગણીને લઈને આંદોલન પર ઊતરેલા માજી સૈનિકોએ આજે સવારથી ગાંધીનગર વિધાનસભા તરફ કૂચ કરવામાં આવતાં પોલીસે શહેરમાં પ્રવેશવાના માર્ગો પર ચુસ્ત પોલીસ- બંદોબસ્ત ગોઠવી દઈ વિધાનસભા પોલીસ-છાવણીમાં ફેરવી દેવાયું છે. ચિલોડા આર્મી કેમ્પ ખાતે માજી સૈનિકોની ફોજ ઊતરી આવી રેલી કાઢી ગાંધીનગર તરફ કૂચ કરે એ પહેલાં જ પોલીસે તેમને આગળ વધતા અટકાવી દીધા છે. છેલ્લા ઘણા સમયથી માજી સૈનિકો દ્વારા પડતર માગણીઓને લઈને અનેકવાર રજૂઆતો કરવામાં આવી હતી. ગાંધીનગર ચિલોડા ખાતે હાથમાં તિરંગો લઈને મોટી સંખ્યામાં માજી સૈનિકો ભેગા છે. અગાઉ રાજ્ય સરકારે માજી સૈનિકોની ૫ માગણી સ્વીકારી લેવામાં આવી હતી. જાેકે હજી પણ બાકીની પડતર માગણીઓ બાબતે કોઈ હકારાત્મક નિરાકરણ નહીં આવતાં ફરીવાર માજી સૈનિકોએ સરકાર સામે જંગ છેડવામાં આવ્યો છે, જેમાં શહીદ જવાનના પરિવારો પણ આંદોલનમાં જાેડાયા છે. વાતાવરણ વધુ તંગ ન બને એ માટે ઘટનાસ્થળ પર પોલીસ દોડી આવી હતી. માજી સૈનિક તેમજ તેમના પરિવારો દ્વારા ‘ભારત માતા કી જય’ તેમજ ‘વંદે માતરમ’ જેવા સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. પડતર તમામ માગ સ્વીકારાય અને એનો ય્ઇ કરવા માજી સૈનિકો દ્વારા માગણી કરવામાં આવી છે. આ અંગે ચિલોડા પોલીસ મથકના પીઆઈ એમજે જાડેજાએ જણાવ્યું હતું કે પડતર માગણીઓને લઇને આર્મી કેમ્પ ખાતે માજી સૈનિકો એકઠા થયા છે. હાલમાં કોઈની પણ અટકાયત કરવામાં આવી નથી. ગાંધીનગરમાં થોડા દિવસ અગાઉ કલેક્ટરે ૧૪૪ની કલમ લાગુ કરી છે. જેને લઇને માજી સૈનિકોને આગળ જતાં અટકાવી દેવાયા છે.

File-01-Page-24.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *