Gujarat

ગાંધીનગરમાં બે એક્ટિવા વચ્ચેના અકસ્માતમાં ૧નું મોત

ગાંધીનગર
ગાંધીનગરના નવા કોબા ખાતે રહેતાં દિપક અરવિંદભાઈ પ્રજાપતિ ઝૂંડાલમાં ગેરેજમાં નોકરી કરે છે. જેમના પિતા અરવિંદ માણસા જીએસઆરટીસીમાં મિકેનિકલ ડિપાર્ટમેન્ટમાંથી વર્ષ ૨૦૨૧માં વય નિવૃત થયા હતા. ત્યારે ગઈકાલે સાંજના સમયે અરવિંદભાઈ એક્ટિવા લઈને એસ કે હોસ્પિટલ પાસેથી પસાર થતા હતા. આ દરમિયાન એક્ટિવા નંબર જીજે-૧૮-સીએફ-૨૫૩૨ નાં ચાલકે પોતાનું એક્ટિવા પૂર ઝડપે અને ગફલતભરી રીતે હંકારીને અરવિંદભાઈના એક્ટિવાને ટક્કર મારી હતી. આ અકસ્માત થતાં જ અરવિંદભાઈ ઉછળીને જમીન પર પટકાયા હતા. જેનાં કારણે તેમને માથામાં ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માત થતાં રાહદારીઓ પણ એકઠા થઈ ગયા હતા. ઈજાગ્રસ્ત અરવિંદને રાયસણની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. જ્યાં ફરજ પરના તબીબે અરવિંદભાઈને માથામાં ઈજાઓ પહોંચી હોવાથી તાત્કાલિક ઓપરેશન કરી આઈસીયુમાં દાખલ કર્યા હતા. જાેકે, સારવાર દરમિયાન અરવિંદનું મોત નીપજ્યું હતું. આ અંગે તેમના પુત્રની ફરિયાદના આધારે ઈન્ફોસિટી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.ગાંધીનગરમાં એસ કે હોસ્પિટલ સામે ગઈકાલે સાંજના સમયે બે એક્ટિવા વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં વૃદ્ધને ગંભીર ઈજાઓ થવાથી ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયુ હતું. ત્યારે આ અકસ્માતને લઈ ઈન્ફોસિટી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *